અમદાવાદ : રાજયમાં 8થી 10 બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી

New Update
અમદાવાદ : રાજયમાં 8થી 10 બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી

દિવાળીના તહેવારમાં રાતે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. જો કે વિદેશી ફટાકડા તેમજ ઓન લાઈન ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં કલમ 144નો અમલ ચાલુ હોવાથી 4 કરતાં વધારે માણસ ભેગાં થઇને ફટાકડા ફોડી શકશે નહીં. વધુ અવાજ કે કચરો કરતા ફટાકડા તેમજ લૂમ ફોડી શકાશે નહીં. લાઈસન્સ ધરાવતા વેપારી સિવાય બીજા કોઇ ફટાકડા વેચી શકશે નહીં.

સરકારના નીતિ નિયમો વિરુદ્ધ ફટાકડા વેચનાર અને ફોડનારની પોલીસ ધરપકડ કરશે. જ્યારે ફટાકડાને લઈને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરવાની સત્તા હેડ કોન્સ્ટેબલ અને તેમનાથી ઉપરના તમામ પોલીસ અધિકારીને અપાઈ છે લૂમ તેમજ હવામાં પ્રદુષણ કરતા અને મોટો અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં.હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, સ્કૂલ-કોલેજ, કોર્ટ, ધાર્મિક સ્થળોથી 100ની ત્રિજ્યામાં ફટાકડા ફોડી શકાશે નહીં.

વિદેશી ફટાકડાની આયાત-નિકાસ પર પ્રતિબંધ હોવાથી વિદેશી ફટાકડા રાખી કે ફોડી શકાશે નહીં.કોઈ પણ ઓનલાઈન સાઈટ પર ફટાકડાનું ખરીદ-વેચાણ નહીં થાય.લોકોને અડચણ ઉભી થાય કે ભયનું વાતાવરણ ઉભું થાય તે રીતે કોઇ પણ જાહેર સ્થળે ફટાકડા ફોડી શકાશે નહીં.ચાઈનીઝ તુકકલ અને તશબાજી બલુન ફોડી શકાશે નહીં.ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે જે રાજ્યોમાં વાયુ પ્રદૂષણ કે એર ક્વોલિટી ઠીક છે, ત્યાં 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડી શકાશે. ટ્રિબ્યૂનલે તેની સાથે જ એવું પણ કહ્યું કે ખરાબ AQIવાળા શહેરોમાં આ અવધિ સુધી આતિશબાજી પ્રતિબંધિત રહેશે. NGTએ પોતાના આદેશમાં કહ્યું કે, નવેમ્બરમાં જે શહેરોમાં AQI ખરાબ કે ખૂબ જ ખરાબની શ્રેણીમાં હશે, ત્યાં ફટકાડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.

બીજીબાજુ રાજય સરકારના ડે સીએમ નીતિન પટેલ જણાવ્યું કે ગુજરાતમાં ફટાકડા ફોડવાને NGTની નોટિસ છે, જેમાં કહ્યું છે કે રાજ્ય સરકાર ચુકાદાનો અભ્યાસ કરી રહી છે. જે શહેરોમાં પ્રદૂષણ વધારે છે તેના માટે ચુકાદો આપ્યો છે અમે તેનો અભ્યાસ કરી રહયા છે તો વેપારીઓ કહી રહયા છે. પાછલા વર્ષોના પ્રમાણમાં વેપાર નથી વેપારી રાજય સરકારના નિર્ણયને આવકાર આપ્યો છે પણ આવનાર 2 થી 3 દિવસમાં ફટાકડા ના વેપાર માં તેજી આવવાની ઉમ્મીદ રાખી રહ્યા છે .

Read the Next Article

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી

New Update
yellq

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી આપી છે.

સામાન્ય રીતે રેતાળ જમીન અને ગરમી માટે જાણીતા રાજસ્થાનમાં આ વર્ષે ચોમાસામાં અસાધારણ ગતિવિધિ જોવા મળી રહી છે. 1 જૂનથી 3 જુલાઈ દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં 175% વધુ વરસાદ નોંધાયો છે, જે 66.3 મીમીની સામે 155.8 મીમી છે.

હવામાન વિભાગે 10 જુલાઈ  સુધી પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં પૂર અને પાણી ભરાવાની શક્યતા છે. બારન, ભીલવાડા, ધોલપુર, જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં વરસાદનું સ્તર સામાન્ય કરતાં અનેક ગણું વધુ રહ્યું છે. બારનમાં 448.8 મીમી, ભીલવાડામાં 361.6 મીમી અને ધોળપુરમાં 293.8 મીમી વરસાદ નોંધાયો છે.

પૂર્વ રાજસ્થાન જિલ્લાઓ જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારે વરસાદથી નદીઓ, બંધો અને રસ્તાઓ પર અસર પડી શકે છે. ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધ્યું છે, ખાસ કરીને ધોળપુરમાં.પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેર જિલ્લામાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જોકે અહીં વરસાદની તીવ્રતા પૂર્વ રાજસ્થાન કરતા ઓછી છે, પરંતુ જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં પહેલાથી જ ભારે વરસાદ પડી ચૂક્યો છે.