/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/usain-bolt-rio-final-win.jpg)
જમૈકાના ઉસેન બોલ્ટે ગુરૂવારે રિયો ઓલિમ્પિકમાં 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે ઇતિહાસ રચ્યો હતો. બોલ્ટ છેલ્લી ત્રણ ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં 100 મીટર અને 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી રહ્યા છે.
આ સાથે જે તેઓ વિશ્વમાં પ્રથમ એવા એથ્લેટ બન્યા છે જે સતત ત્રણ ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં 100 મીટર અને 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
બોલ્ટે આ દોડ 19.78 સેકન્ડમાં પૂરી કરી હતી. આ સિઝનમાં બોલ્ટનો સૌથી સારો સમય છે. કેનાડાના આંદ્રે દે ગ્રાસે સિલ્વર જ્યારે ફ્રાંસના ક્રિસ્ટોફર લેમેટ્રે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અગાઉ 2008માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં બોલ્ટે 100 મીટર અને 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે 2012માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં પણ 100 મીટર અને 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હવે બોલ્ડની નજર 400 મીટર દોડ પર છે. બોલ્ટે લંડન અને બેઇંજીંગ ઓલિમ્પિકમાં 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જો આ વખતે પણ તે જ જીતશે તો તેના નામે ટ્રિપલ રેકોર્ડ નોંધાશે.