Connect Gujarat
સમાચાર

ભરૂચ ગોલ્ડન બ્રીજ વધુ એક માસ માટે વન વે કરાયો

ભરૂચ ગોલ્ડન બ્રીજ વધુ એક માસ માટે  વન વે કરાયો
X

ભરૂચ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 8 નર્મદા નદી ઉપર ના જુના સરદાર બ્રીજ પર સમારકામ ની કામગીરી ના કારણે વડોદરા થી સુરત અને સુરત થી વડોદરા તરફ જતા ફોર વ્હીલર વાહનો ગોલ્ડન બ્રીજ પર થી પસાર થાય છે,અને વાહનોનું ભારણ વધતા ગોલ્ડન બ્રીજ પર ટ્રાફિક ની ગંભીર સમસ્યા સર્જાય છે.

ગોલ્ડન બ્રીજ પર ટ્રાફિક નું ભારણ હળવું કરવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રીજ ને વન વે જાહેર કરવામાં આવ્યો હતો.અને આ સુચનાનો અમલ વધુ એક માસ માટે લાંબાવવા માં આવ્યો છે.જેમાં વડોદરા થી સુરત તરફ જતા વાહનો માટે ગોલ્ડન બ્રીજ પરથી સાંજે 5 થી 8 કલાક દરમિયાન પસાર થઇ શકાશે નહિ.જોકે આ નિયમ માં લાઈટ વ્હીકલ એમ્બ્યુલન્સ તેમજ સરકારી વાહનો ને છૂટ આપવામાં આવી છે.

જયારે ટ્રાફિક નિયમ સમય મર્યાદા દરમિયાન વડોદરા થી સુરત તરફ જવા માટે વાહનોએ નર્મદા ચોકડી અથવા તો ઝાડેશ્વર ચોકડી થઇ ને ને.હા.નં 8 પરથી પસાર થવું પડશે.

Next Story