Connect Gujarat
સમાચાર

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના તબીબ પીધેલી હાલત માં કરી રહ્યા હતા દર્દી નો ઈલાજ : ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના તબીબ પીધેલી હાલત માં કરી રહ્યા હતા દર્દી નો ઈલાજ : ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ
X

ભરૂચ સિવિલ હોસ્પિટલની કફોડી પરિસ્થતિ ભરૂચ માં ભરૂચ ની ખારી સીંગ કર્તાએ વધુ ફેમસ છે. એવું કહેવાય છે કે જો દર્દી ને પાછો ના લાવો હોય તો ભરૂચ સિવિલ માં મોકલો.ભરૂચ ની સિવિલ હોસ્પિટલના દર્દીઓ જોડે થતા દુરવ્યવહારના બનાવો અનેક વાર સામે આવ્યા છે તો તબીબો દ્વારા ખોટી રીતે થતા ઈલાજ પણ અનેક વાર સામે આવ્યા છે.

એક વાર ભરૂચ સિવિલ હોસ્પિટલ માં બાઈક ની લાઈટ દ્વારા પોસ્ટ મોર્ટમ થતું હોવાનો કિસ્સો પ્રકાશ માં આવ્યો હતો તો એક વાર એક દર્દી ને પેન્ટ કાઢ્યા વગર પ્લાસ્ટર નો પાટો મારી દેવાયો હતો.

આ સિવિલ હોસ્પિટલ માં દર્દીઓની જિંદગી સાથે ચેડાં થઇ રહ્યાં છે તે વાત થી રાજ્ય સરકાર પણ સારી રીતે વાકેફ છે. રાજ્ય ના નાયબ મુખ્ય મંત્રી જયારે આરોગ્ય પ્રધાન હતા ત્યારે તેઓ એ આ સિવિલ હોસ્પિટલ ની અચાનક મુલાકાત લઇ તબીબોને સાવધાનીથી ઈલાજ કરવાની શીખ આપી હતી. અનેક વાર વિવાદો માં ઘેરાયલ સિવિલ હોસ્પિટલ શુક્રવારે રાત્રે ફરી વિવાદ માં આવી ગઈ હતી.

આ વખતે તો હદ હતી કે એક તબીબે નશાની હાલત માં દર્દીને માં બેન સમાણી ગાળો દઈ હોસ્પિટલ ની બહાર કાઢી મુક્યા હતા, આ વાત અમે નથી કેહતા આ વાત કરી છે ખુદ પ્રત્યક્ષ નશાબાજ તબીબને મળનાર ભાજપના ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલે, ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ શુક્રવારે એક દર્દી ની ફરિયાદ બાદ ખુદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા, ધારાસભ્ય ની હાજરીમાં જ દર્દીના સગા સંબંધીઓએ તબીબ ને આડે હાથ લઇ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય અને મીડિયા ની હાજરીમાં તબીબ ઝોલા ખાતા નજરે પડ્યા હતા અને કેમેરે પણ કંડારાયા હતા.

ભાજપ ના વરિષ્ઠ ગણાતા અને બીજી ટર્મના ભરૂચ નાધારાસભ્ય દુષ્યંતપટેલે દર્દી ને સગવડ અપાવી અને તબીબની વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજુવાત કરવાની વાત કરી અને સાથે સાથે જણાવ્યું કે તબીબ નશા ની હાલત માં ચૂર હતા, તેઓએ વિકસિત ગુજરાત ની બીમાર સિવિલ હોસ્પિટલ વિશે જણાવ્યું હતું કે દર્દી ઠંડી માં ઠુંઠવાતી હાલત માં હોસ્પિટલ ની બહાર બેઠી હતી અને તબીબ નશા ની હાલત માં હતા. તેઓ એ જણાવ્યું કે તબીબ ની મુવમેન્ટ પણ બરાબર ના હતી એટલે કે તેઓ લથડિયાં ખાઈ રહ્યા હતા. તેઓ એ કબુલ કર્યું હતું કે તેઓ આરોગ્ય મંત્રીને રજુવાત કરશે કે ભરૂચમાં વારંવાર તબીબો દ્વારા દર્દીઓ સાથે આજ પ્રકાર ના બનાવો બને છે. જેથી ભરૂચ માં સારા તબીબો મુકો અને કસૂરવાર તબીબ ને સજા આપો.

ધારાસભ્યશ્રી એ તો પોતાનું નિવેદન આપી અને દર્દીની સહાય કરી પોતાનું કામ પૂર્ણ કર્યું પણ અત્રે સવાલ એ ઉભો થાય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલ માં દર્દીઓની કાયદાકીય સહાય માટે પોલીસ અધિકારી પણ હોય છે તો તબીબ ગાંધીના ગુજરાતમાં કેમના નશાની હાલત માં ઈલાજ કરી રહ્યા હતા. અને જો ધારાસભ્ય એ જોયું કે તબીબ નશા માં છે તો કેમ પોલીસને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાનું ના કીધું !

સવાલો તો અનેક છે પણ બીમાર સિવિલ હોસ્પિટલથી ભરૂચ ની પ્રજા ને ક્યારે છુટકારો મળશે તેમજ ભરૂચના સાહસિક ધારાસભ્યની રજૂઆત સરકાર ક્યારે સાંભળશે તે હવે જોવું રહ્યું.

Next Story