Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં કામદાર સમાજનું મહાસંમેલન યોજાશે

અંકલેશ્વરમાં કામદાર સમાજનું મહાસંમેલન યોજાશે
X

નોટબંધી બાદ શ્રમજીવીઓની પરિસ્થિતિ વધુ વિકટ બની, જણાવતા ડી.સી.સોલંકી

અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પાસે આવેલ સિગ્નેચર ગલેરીયા ખાતે તારીખ 5મી જાન્યુઆરી ને ગુરુવારના રોજ સવારે 9 કલાકે કામદાર સમાજનું મહાસંમેલન યોજાશે.

અંકલેશ્વર જીઆઇડીસી એમ્પ્લોઇઝ યુનિયન અને શ્રમીક કામદાર કલ્યાણ સંઘ દ્વારા તારીખ 5મીના રોજ કામદાર જાગૃતિદિન પ્રસંગે મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમની રૂપરેખા આપવા માટે કામદાર મહાસંમેલનના આયોજક કામદાર આગેવાન અને એડવોકેટ ડી.સી.સોલંકી દ્વારા એક પત્રકાર પરિષદનું યોજવામાં આવી હતી. જેમાં તેઓએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે દેશમાં દરેક ક્ષેત્રમાં કામદારો જોવા જઇએ તો 80 થી 85 ટકા સંખ્યા કામદારો ની છે. અને તેઓએ પોતાના હક માટે ઝઝૂમવુ પડે છે. જયારે કામદારોમાં માત્ર 8 ટકા જ સંગઠીત છે. ત્યારે કામદારો માં કોઈ ઉંચનીચનો વર્ગ નથી હોતો તેથી કામદારો સંગઠીત થાય અને તેઓને તેમના જરૂરી હક મળે તે હેતુસર કામદાર મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

વધુમાં ડી.સી.સોલંકીએ નોટબંધી અંગે જણાવ્યુ હતુ કે નોટબંધી બાદ કામદાર વર્ગ ને ભારે સહન કરવાનું આવ્યુ છે.ઉદ્યોગો માંથી કામ મળતુ નથી મળે છે તો રોકડી ચૂકવવાની મુશ્કેલી ના કારણે કામદાર વર્ગે વેઠવાનો વારો આવ્યો છે.

ડી.સી.સોલંકી એ ભાર પૂર્વક જણાવ્યુ હતુ કે ઉદ્યોગોનો સારામાં સારો વિકાસ થાય અને વધુમાં વધુ ઉદ્યોગો કાર્યરત થાય જેથી બેરોજગારીનું પ્રમાણ ઘટે અને સૌ ને રોજગારી મળે તેવા પ્રયાસો તેઓના સંગઠન દ્વારા કરવામાં આવી રહયા છે.

કામદાર મહાસંમેલન પ્રસંગે ડી.સી.સોલંકીના મિત્ર અને માજી ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ના ચેરમેન પહેલાજ નિહલાની, રાષ્ટ્રીય સડક સુરક્ષા પરિષદ ના માજી સભ્ય બલકરન પટેલ સહિત મોટી સંખ્યામાં કામદારો ઉપસ્થિત રહેશે.

યોજાયેલ પત્રકાર પરિષદમાં કામદાર સંગઠન ના અન્ય હોદ્દેદારો વિજય ડી.સોલંકી, શૈલેષ મોદી, પ્રકાશ પટેલ, દિવ્યકાંત એસ.જોગ, અને વસંત પટેલ પણ ઉપસ્થિત રહયા હતા.

Next Story