Connect Gujarat
ગુજરાત

એસટી બસની ટિકિટ પણ મોબાઈલ એપ થી બુક કરી શકાશે

એસટી બસની ટિકિટ પણ મોબાઈલ એપ થી બુક કરી શકાશે
X

ડીમોનેટાઈઝેશન બાદ સરકાર કેશલેસની સાથે પેપરલેસ સુવિધાને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરી રહી છે, તમામ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થાય તે માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમે પણ એસટીમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે નવી સુવિધા શરુ કરી છે, એસટી બસોની ટિકિટ એન્ડ્રોઇડ મોબાઈલથી સરળતાથી બુકિંગ કરી શકે તે માટે નવી એપ લોન્ચ કરી છે, જ્યાં પ્રવાસીઓ ઘર બેઠા મનપસંદ સીટ અને અનુકુળ બસમાં રીઝર્વેશન કરાવી શકાશે.

એસટી નિગમે થોડા સમય પહેલા ઈ – ટિકિટ ની સુવિધા પૂરી પડયા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોબાઈલ એપના લોન્ચીંગ થકી મુસાફરોને અવનવી સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે, ગુગલ પ્લે સ્ટોરમાંથી જીએસઆરટીસી ઓફીશીયલ ટાઇપ કરી સર્ચ કરતા નિગમન ઓફિશિયલ ટાઇપ કરી સર્ચ કરી નિગમની મોબાઈલ એપ જીએસઆરટીસીની ઓફિશિયલ ટિકિટ બુકીંગ એપ નજરે પડશે,મુસાફરો એડવાન્સ કે કરંટ ટિકિટ બુક કરી શકશે, જેથી મુસાફરોને લાંબી લાઈનો કે બસમાં ટિકિટ લેવાની જરૂર પડશે નહી.

જેમાં એસ ટી નિગમ પ્રતિદિન રાજ્યમાં આઠ હજાર બસો અને ૪૪,૪૪૦ ટ્રીપોનું સંચાલન કરી રાજ્યના ૯૮ ટકા ગામડાઓ અને ૯૯ ટકા પ્રજાને સવલત પુરી પાડવામાં આવે છે.

Next Story