• લાઇફસ્ટાઇલ
વધુ

  2021 MG હેક્ટર પેટ્રોલ CVT ભારતમાં લોન્ચ, જાણો પ્રારંભિક કિંમત

  Must Read

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો...

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર...

  MG મોટર ઇન્ડિયાએ હેક્ટર SUV લાઇન-અપનું વિસ્તરણ કર્યું છે અને CVT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે હેક્ટરને બજારમાં લોન્ચ કર્યું છે. 2021 MG હેક્ટર અને હેક્ટર પ્લસ ફેસલિફ્ટ આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી છે, જે ઘણા કોસ્મેટિક અને ફીચર્સના ફેરફારો સાથે રજૂ કરવામાં આવી છે. હવે ગ્રાહકોની સુવિધા માટે કંપનીએ એક નવો ટ્રાન્સમિશન વિકલ્પ રજૂ કર્યો છે. નવી હેક્ટર અને હેક્ટર પ્લસ CVTને પેટ્રોલ એન્જિનોમાં ડીસીટી વેરિએન્ટ સાથે વેચવામાં આવશે. 2021 MG હેક્ટર પેટ્રોલ CVTના સ્માર્ટ વેરિઅન્ટની પ્રારંભિક એક્સશોરૂમ કિંમત 16.52 લાખ રૂપિયા છે, જે શાર્પ વેરિયન્ટ્સ માટે 18.10 લાખ રૂપિયા સુધી જાય છે.

  2021 હેક્ટર પ્લસ પેટ્રોલ CVTના સ્માર્ટ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 17.22 લાખ રૂપિયા છે જે શાર્પ ટ્રિમ માટે રૂ. 18.90 લાખ સુધી જાય છે. કંપનીએ દેશમાં સમાન કિંમતે હેક્ટર અને હેક્ટર પ્લસના CVT વેરિએન્ટ લોન્ચ કર્યા છે. ભારતમાં MG હેક્ટર ફેસલિફ્ટ ઘણા ફેરફારો સાથે લોન્ચ કર્યાના એક અઠવાડિયા પછી જ કંપનીએ નવું CVT વેરિઅન્ટ રજૂ કર્યું છે. કંપનીએ પહેલા હેક્ટર પેટ્રોલને ફક્ત ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન અથવા ડીસીટીમાં જ ઉપલબ્ધ કરાવ્યું હતું. નવું CVT ગિયરબોક્સ SUVના પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ કરાયું છે જે આ એન્જિન સાથેનો બીજો વિકલ્પ છે.

  2021 MG હેક્ટરમાં નવું CVT ગિયરબોક્સ 1.5 લિટર ચાર સિલિન્ડર પેટ્રોલ મોડેલ સાથે આપવામાં આવ્યું છે. આ એન્જિન 141 બીએચપી પાવર અને 250 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે, જે આજ સુધી 6-સ્પીડ મેન્યુઅલ અને ડીસીટી ગિયરબોક્સ સાથે વેચાય છે. આ સિવાય CVT વિકલ્પ તે ગ્રાહકોને આકર્ષિત કરશે જે શહેરો અનુસાર ચલાવવામાં સરળ SUV શોધી રહ્યા છે. ડીસીટીના આક્રમક અને હાઇ સ્પીડ પરફોર્મન્સ કરતાં CVT વધુ સારું પરફોમન્સ આપે છે.

  MG મોટર ઇન્ડિયાએ નવા CVT ગિયરબોક્સ સિવાય 2021 હેક્ટરની ફેસલિફ્ટમાં ફેરફાર કર્યો છે. નવી SUVને નવો લુક આપવા માટે ગ્રિલ, બમ્પર ઘણી જગ્યાઓએ ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે કેબીનમાં પણ બે રંગો છે જેમાં હવે વાયરલેસ ચાર્જિંગ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટો અને બદલેલી MG આઈસ્માર્ટ મોબાઇલ એપ્લિકેશન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. નવી હેક્ટર CVTને બે વેરિએન્ટ – સુપર અને શાર્પમાં રજૂ કરવામાં આવી છે. ભારતમાં તે સેગમેન્ટમાં હ્યુન્ડા ક્રેટા, કિયા સેલ્ટોસ, નિસાન કિકસ અને જીપ કંપાસ ફેસલિફ્ટ જેવી કાર સાથે સ્પર્ધા કરશે.

  આ પણ વાંચો.. વજન ઘટાડવા માટે ભૂલથી પણ ન કરતાં ડાયટિંગ; આવશે ગંભીર પરિણામો

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...

  More Articles Like This

  - Advertisement -