New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/Pan-Card.jpg)
આવક વેરા વિભાગ દ્વારા તમામ બેંક અને પોસ્ટ ખાતા ધારકો માટે 28 ફેબ્રુઆરી સુધીમાં પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) નોંધાવવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
જો પાન નંબર નહિ નોંધાવવામાં આવે તો તેમણે ફોર્મ 60 ભરવું પડશે જેથી દરેક ખાતા ધારકે પોતાનો પણ નંબર બેંકોમાં નોંધાવી દેવા ,આ બાબત પોસ્ટ ઓફિસમાં ખાતા ધરાવનારને પણ લાગુ પડે છે.
વધુમાં સરકાર દ્વારા બેંકો અને પોસ્ટ ઓફિસો પાસેથી 1 એપ્રિલ થી લઈને 8 નવેમ્બર સુધીની બેંકોની વિગતો તેમજ 8 નવેમ્બર પછી એટલે કે નોટબંધીના નિર્ણય બાદ 9 નવેમ્બરથી લઈને 30 ડિસેમ્બર સુધીની ખાતાની વિગતો પણ મંગાવવામાં આવી છે જેનો મુખ્ય ઉદેશ કાળા નાણાંની માહિતી મેળવવાનો છે.