Connect Gujarat
Featured

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 68 હજાર નવા કેસ, 3417 લોકોનાં મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 68 હજાર નવા કેસ, 3417 લોકોનાં મોત
X

ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર જીવલેણ બની છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં ત્રણ લાખ 68 હજાર નવા કોરોના ચેપના કેસ નોંધાયા છે, જ્યારે 3417 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 3 લાખ 732 લોકોએ કોરોનોને હરાવ્યો.

રવિવારની તુલનામાં આજે કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. રવિવારે ભારતમાં 3,92,488 નવા કોરોના સંક્રમણનાં કેસ નોંધાયા હતા જ્યારે 3689 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 3,07,865 લોકોએ કોરોનોને મ્હાત આપી.

કોરોના રસીકરણની ઝુંબેશ દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. 30 એપ્રિલ સુધીમાં દેશભરમાં 15 કરોડ 49 લાખ 89 હજાર 635 કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગત રોજ 27 લાખ 44 હજાર 485 રસી મૂકવામાં આવી હતી.

45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને 1 એપ્રિલથી રસીકરણના બીજા તબક્કા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હવે 1 મેથી, 18 વર્ષથી ઉપરના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે.

Next Story