Connect Gujarat
Featured

અમદાવાદ : 57 કલાક સુધી શહેરીજનો રહેશે કરફ્યૂમાં કેદ, માત્ર ઈમરજન્સી સેવાઓને મુક્તિ અપાઈ

અમદાવાદ : 57 કલાક સુધી શહેરીજનો રહેશે કરફ્યૂમાં કેદ, માત્ર ઈમરજન્સી સેવાઓને મુક્તિ અપાઈ
X

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશને વધુ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધીના સંપૂર્ણ કરફ્યુ રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે.

અમદાવાદમાં કરફ્યુ મુદ્દે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં શનિવાર સંપૂર્ણ કરફ્યુ રહેશે. જ્યારે આજ રાતથી 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ બંધ રહેશે. સોમવારે સવારે 6 વાગ્યાથી દિવસે દુકાનો ખુલશે. આશરે 57 કલાક સુધી અમદાવાદ શહેરમાં સતત કરફ્યુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. અતિ આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે એએમસીએ ચેતવણી આપી છે કે, અમદાવાદવસીઓ કરફ્યુનું ઉલ્લંઘન ન કરે અને જે પણ લોકો ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

એડિશન સેકરેટરી રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, મોડી રાત્રે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે, આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં 'સંપૂર્ણ કરફ્યુ' લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાઓ વેચતી દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે. શહેરમાં સિટીબસ સેવા પણ આજ સાંજથી બંધ કરી દેવામાં આવશે આમ અમદાવાદ આજ રાતથી સંપૂર્ણ બંધ થઇ જશે. આ કર્ફ્યુની જાહેરાત બાદ અમદાવા માં અનેક સ્થળોએ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. લોકો બજારમાં ખરીદી કરવા નીકળી પડ્યા હતા. રાજ્ય સરકારે કહ્યું છે કે, જનતા ખોટી અફવામાં ન આવે, તકેદારીના ભાગરૂપે માત્ર 2 દિવસ પૂરતો કરફયુ રાખવામાં આવ્યો છે. જોકે હાલ સુધી રાજ્યમાં લોકડાઉનનું કોઈ પ્લાનિંગ નથી, સાથે જ કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે તમામ પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.

Next Story