ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગીક વસાહત ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગીક વસાહત ખાતે પાનોલી ઉદ્યોગ મંડળ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમ્યાન પાનોલીના વિવિધ ઔદ્યોગીક એકમોને લગતા પ્રશ્નો અંગે ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ ઉદ્યોગકારોએ પણ પોતાના પડતર પ્રશ્નો જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સમક્ષ રજૂ કર્યા હતા.

તો બીજી તરફ, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ બેઠકમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોને લેબર રજીસ્ટ્રેશન અંગે જરૂરી તાકીદ કરી હતી. ઉદ્યોગલક્ષી વિવિધ સમસ્યા અંગે જરૂરી ચર્ચા વિમર્શમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઇ, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ બી.એસ.પટેલ સહિત મોટી સંખ્યામાં પાનોલી ઉદ્યોગ મંડળ સભ્યો સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.