ભરૂચ જિલ્લા પોલીસ વડા મથુર ચાવડા દ્વારા પેરોલ, ફર્લો જમ્પ ફરાર આરોપી અને નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે આપેલ સૂચનાને આધારે પેરોલ ફર્લો સ્કોડની ટીમના પી.એસ.આઈ એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ મરીન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા રીઢા આરોપી હાલ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવવાનો હોય છે જેવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મધ્ય પ્રદેશના પોસ્ટ ગૈરતલાઇમાં રહેતો જસવંતસિંહ જગતરાજસિંહ રઘુવંશીને ઝડપી પાડ્યો હતો.આરોપી ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
ભરૂચ: પેરોલ ફર્લો સ્કોડે દહેજ મરીન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ
હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મધ્ય પ્રદેશના પોસ્ટ ગૈરતલાઇમાં રહેતો જસવંતસિંહ જગતરાજસિંહ રઘુવંશીને ઝડપી પાડ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર
