ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી વિવિધ મુશ્કેલીઓ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ કોલેજના આચાર્યને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. 

ABVP Bharuch

ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પીવાનું પાણી મળતું નથી. તેમજ વોશરૂમની સાફ-સફાઈ થતી નથીઅને વોશરૂમમાં પણ પાણી આવતું નથી. આ સાથે જ દરરોજ ક્લાસરૂમની સફાઈ કરવામાં આવેકેમ્પસમાં રહેલા કચરાના ઢગલાનો યોગ્ય નિકાલ કરવામાં આવેવિદ્યાર્થીઓને રમત-ગમત માટે મેદાનની સાફ-સફાઈ કરાવવામાં આવે સહિતની માગણીઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ કોલેજના આચાર્યને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

KJ Polytechnic Collage