ભરૂચના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેલા 10 મનો દિવ્યાંગ બાળકોને Epigral Limited, દહેજ દ્વારા CSR અંતર્ગત વાર્ષિક દત્તક યોજના હેઠળ આગામી વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા.

આ પ્રસંગે એપીગ્રલ (મેઘમણી) કંપનીના ફાઉન્ડર અને ચેરમેન  જયંતિભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ પ્રેરણાદાયક રહી હતી.આ મનોદિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રહેઠાણ તેમજ દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય અને સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા તથા યુનિટ હેડ રાકેશ દવે એ જણાવ્યું હતું કે સમાજના નબળા અને વિશેષ જરૂરિયાત ધરાવતા વર્ગોના કલ્યાણ માટે કંપની સતત પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બનતી રહેશે. અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ મગનભાઈ હનિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, મનો દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને પુનર્વસન માટે કોર્પોરેટ ક્ષેત્રનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાતાઓના આર્થિક સહયોગને કારણે સંસ્થા દ્વારા આવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ વધુ શ્રેષ્ઠ રીતે કરી શકાય છે.