ભરૂચ શહેરના નવાડેરા નજીક દાજી કલ્યાણની ખડકી વિસ્તારમાં રાત્રિના સમયે જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું. રાત્રિના આશરે 12 વાગ્યાના અરસામાં મકાન ધરાશાયી થયું હતું.
મકાન ધરાશાયી થવાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર એકત્રિત થયા હતા. જર્જરિત મકાન અંગે અગાઉથી કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ભરૂચ: નવાડેરા નજીક જર્જરિત મકાન ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી
