ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી.વીવી પાટિલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની અટકાયત કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આર્યન ખાન લૉકઅપમાં છે.8 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટમાં 13-14 ઓક્ટોબરના રોજ જામીન અરજી પર સુનાવણી થઈ હતી.14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે 20 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે આજરોજ જામીન અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી
Breaking News: આર્યન ખાને જેલમાં જ રહેવું પડશે, ત્રણેય આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી.
