Connect Gujarat
Featured

પાર્ટીના નેતૃત્વને લઈને કોંગ્રેસના 20 નેતાઓએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર

પાર્ટીના નેતૃત્વને લઈને કોંગ્રેસના 20 નેતાઓએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર
X

કોંગ્રેસના નેતૃત્વના મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સોમવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા પાર્ટીની કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક મળશે. કોંગ્રેસના ટોચના નેતાઓએ પાર્ટીમાં મોટાપાયે બદલાવ કરવાની માંગ કરી છે.

સોમવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક પૂર્વે એક મોટા સમાચાર આવી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ કોંગ્રેસ પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ પાર્ટીમાં મોટા પરિવર્તનની માંગ કરી છે. સમાચાર છે કે આ નેતાઓએ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં કોંગ્રેસના 20 ટોચના નેતાઓએ પાર્ટીમાં આંતરિક કટોકટીનો ઉલ્લેખ કરીને નેતૃત્વના મુદ્દે સોનિયા ગાંધી સાથે ચર્ચા કરવાની માંગ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં તેમણે હાલની પરિસ્થિતિ પર સવાલ ઉઠાવતા સામૂહિક નેતૃત્વની માંગ કરી છે.

આ પત્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં પરિવર્તનના વિલંબ અંગે પણ સવાલો ઉભા થયા છે. પત્ર લખનારા નેતાઓએ સોનિયા ગાંધી પાસે પણ આ વિશે વાત કરવા માટે સમય માંગ્યો હતો. પત્ર લખનારાઓમાં આનંદ શર્મા, ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, વિવેક તનખા, પૃથ્વીરાજ ચવ્હાણ, વીરપ્પા મોઇલી, શશી થરૂર, ભૂપેન્દ્ર હૂડા, રાજ બબ્બર, મનીષ તિવારી, મુકુલ વાસ્નિક અને ઘણાં પૂર્વ મુખ્ય પ્રધાનો અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શામેલ છે.

કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે ચાલી રહેલી ચર્ચાની વચ્ચે, સોમવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા પાર્ટીની સર્વોચ્ચ નીતિ નિર્માણ એકમ, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજવા જઇ રહી છે. પક્ષના સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર સીડબલ્યુસીની બેઠક સોમવારે સવારે 11 વાગ્યે શરૂ થશે.

Next Story