/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/ssssdd.jpg)
ભરૂચ નિલકંઠેશ્વર મંદિર ખાતે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ જિલ્લાનો જિલ્લા અભ્યાસવર્ગ યોજવામાં આવ્યો હતો.
આ અભ્યાસવર્ગમાં વિવિધ વિષયો પર પાંચ સત્ર રાખવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થી પ્રતિનિધિઓ જોડાયા હતા.આ અભ્યાસવર્ગનો મુખ્ય હેતુ આગામી વર્ષ દરમિયાન વિદ્યાર્થી પરિષદનું કામ ભરૂચ જિલ્લામાં ખૂબ સારી રીતે થાય તથા વિદ્યાર્થીઓમાં નેતૃત્વનું જાગરણ કરવા માટેનું હતું.
આ કાર્યક્રમમાં સુરત એ.બી.વી.પીના ડો.વિમલ પંડ્યા,સુરત વિભાગ સંયોજક ભૂષણભાઇ વાનખેડે વિશેષ ઉપસ્થીત રહ્યા હતા.કાર્યક્રમમાં એબીવીપી ભરૂચ નગર તેમજ જંબુસર નગરની ઘોષણા પણ કરવામાં આવી હતી.જેમાં ભરૂચ નગરમંત્રીની જવાબદારી પ્રદિપ કાતરીયા તથા જંબુસર નગરમંત્રી તરીકે ગોપાલસિંહ ડોડિયાની ઘોષણા કરાઇ હતી.આ ઉપરાંત જિલ્લા સમિતિની રચના કરવામાં આવી હતી.