ભૂમિપૂજન પછી, પીએમ મોદીએ કહ્યું- કરોડો લોકોની સામુહિક શક્તિનું પ્રતીક બનશે રામ મંદિર

New Update
ભૂમિપૂજન પછી, પીએમ મોદીએ કહ્યું- કરોડો લોકોની સામુહિક શક્તિનું પ્રતીક બનશે રામ મંદિર

વર્ષોના વનવાસ બાદ રામમંદિરના નિર્માણની આધારશિલા મૂકવામાં આવી. આજના આ ઐતિહાસિક દિવસે વડાપ્રધાન મોદીએ મહાનુભાવોની સાક્ષીમાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું.

 એક લાંબા અરસા બાદ રામ મંદિર નિર્માણ થવા જઇ  રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ રામમંદિર  માટે આજે અયોધ્યા નગરીમાં આધારશીલા રાખી હતી.  પ્રધાનમંત્રી મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્ય અતિથિ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત તેમજ  અન્ય વિશેષ મહાનુભાવોની હાજરીમાં ભૂમિપૂજન કર્યું હતું.

સમયનુસાર વડાપ્રધાન મોદી વિમાન  મારફતે અયોધ્યા પહોંચ્યા હતા. તેમનું સ્વાગત સીએમ યોગી આદિત્યનાથે કર્યું હતું. સવારે 11.30 કલાકે સૌપ્રથમ હનુમાનગઢી પહોંચ્યા હતા જ્યાં પુજા અર્ચન કરી રામ મંદિર માટેની મંજૂરી લઈ રામ જન્મભૂમિ સ્થળે પહોંચ્યા હતા. ભૂમિપૂજનના કાર્યક્રમ બાદ પીએમ મોદીએ સભાને સંબોધી હતી.

પીએમ મોદીએ કહ્યું કે રામ મંદિર રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક છે અને તેનાથી સમગ્ર અયોધ્યા ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં સુધારો થશે. તેમણે કહ્યું કે જેમ સ્વતંત્રતા દિવસ લાખો બલિદાન અને સ્વતંત્રતાની ભાવનાનું પ્રતીક છે, તેવી જ રીતે રામ મંદિરનું નિર્માણ અનેક પેઢીના અખંડ તપ, બલિદાન અને સંકલ્પનું પ્રતીક છે.

 પીએમ મોદીએ કહ્યું કે આ મંદિર રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે, સાથે જ કરોડો લોકોની સામૂહિક શક્તિ પણ બનશે. તે આવનારી પેઢીઓ માટે વિશ્વાસ અને સંકલ્પના માટે પ્રેરણારૂપ રહેશે. તેનાથી સમગ્ર અયોધ્યા ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં સુધારો થશે. શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યા પછી, વડા પ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત 'સિયાવર રામચંદ્ર કી જય' ના ઉદઘોષ સાથે કરી હતી.

Latest Stories