એશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. ટીમ ઈન્ડિયાને સુપર ફોરમાં પહેલા પાકિસ્તાન પછી શ્રીલંકા સામે હાર મળી હતી અને ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જોકે, વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં પોતાની જૂની લયમાં પાછો ફર્યો અને ભારત માટે આ સૌથી સારા સમાચાર છે. ટૂર્નામેન્ટની પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારનાર વિરાટે છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારીને પોતાની ટીમને મોટી જીત અપાવી હતી. તેની લયમાં પરત ફરવાથી ભારતીય ટીમ ઘણી મજબૂત બની છે.
વિરાટે 1020 દિવસની રાહ જોયા બાદ સદી ફટકારી હતી. તેણે અફઘાનિસ્તાન સામે 122 રન બનાવ્યા પહેલા નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. વિરાટની આ સદી બાદ દરેક જગ્યાએ તેના વખાણ થઈ રહ્યા છે. કોહલીના ચાહકોથી લઈને ક્રિકેટ પંડિતો સુધી એવું માનવામાં આવે છે કે વિરાટે વાપસી કરી લીધી છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે કંઈક બીજું જ ટ્વિટ કર્યું છે અને આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વિરાટનો ફોટો શેર કરતા ચેન્નાઈની ટીમે લખ્યું કે, રાજા પાછો આવ્યો છે, તેઓ આવું કહી રહ્યા છે, પરંતુ તે ક્યાંય ગયો નથી, શું તે ગયો હતો? આ સાથે વિરાટનો એક ફોટો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે ટેસ્ટ સદી ફટકાર્યા બાદ સેલિબ્રેશન કરતો જોઈ શકાય છે. આ સાથે ફોટોની પાછળ પોરકંડા સિંઘમ લખેલું હતું.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170