Connect Gujarat
ગુજરાત

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પાઠવી રમજાન ઈદની શુભેચ્છા

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પાઠવી રમજાન ઈદની શુભેચ્છા
X

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે રમજાન ઈદની શુભેચ્છા પાઠવતા જણાવ્યુ કે રમજાન ના પૂરા મહિના દરમ્યાન રાખવામાં આવેલ રોઝા-ઈબાદત અલ્લાહતઆલા કબૂલ ફરમાવે અને ખુશીના આ પર્વ દરમ્યાન ભાઈચારની ભાવના વધુ પ્રબળ બને તે માટે દુઆ ગુજારી હતી.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે માનવીય મૂલ્યોની જતનમાં ધમૅ પરત્વે ની આસ્થા મહત્વનો ભાગ ભજવે છે. પ્રત્યેક મઝહબ- ધર્મ, પ્રેમ, ભાઇચારા અને સહિષ્ણુતાના પાઠ સમજાવે છે. ભારતીય સંસ્કૃતિ ભ્રાતૃભાવની ભાવનાને ઉજાગર કરે છે. સમાજમાં દરેક કોમ વચ્ચે ભાઈચારા અને કોમી એકતાની ભાવના બળવતર બની રહે અને સમુચિત રાષ્ટ્રના વિકાસમાં એ ભાવના સંગઠિત બને, તેવી ઈદના શુભપર્વે નિમિતે સવૅને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story