Connect Gujarat
Featured

અમદાવાદ : કથિત પુર્વ પત્ની લીનુ સિંગના આક્ષેપો ખોટા પુરવાર થયાં, જુઓ કોર્ટે શું કર્યો આદેશ

અમદાવાદ : કથિત પુર્વ પત્ની લીનુ સિંગના આક્ષેપો ખોટા પુરવાર થયાં, જુઓ કોર્ટે શું કર્યો આદેશ
X

ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલાં આઇએએસ અધિકારી ગૌરવ દહિયા પર કથિત પુર્વ પત્નીએ કરેલા તમામ આક્ષેપો ખોટા પુરવાર થયાં છે. લીનુ સિંગ નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદ કોર્ટમાં ખોટી પુરવાર થઇ છે.

ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા સામે લીનુ સિંગ નામની મહિલાએ કરેલા આક્ષેપો ખોટા પુરવાર થયાં છે.આક્ષેપોને લઈને ગૌરવ દહીયા દબાણમાં હતા. પોલીસે તપાસ પણ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે, વર્ષ 2015માં લીનુ સિંઘના લગ્ન થઇ ચુક્યા હતા અને તેણે તથા તેના પતિએ ભેગા મળીને પૈસા પડાવવા માટે ખોટી પોલીસ ફરિયાદ કરી હતી. 20 કરોડ રૂપિયા અને દિલ્લીમાં મકાનની ડિમાન્ડ પૂરી ન થતા ગૌરવ દહિયા સામે ષડ્યંત્ર રચ્યું હતુ. વર્ષ 2015માં લિનુ સિંઘના લગ્ન થઈ ચૂક્યાં હતા. ગાઝિયાબાદથી લીનુ સિંઘના મેરેજ ડોક્યુમેન્ટ પણ મળ્યા છે. લીનુ સિંઘ નેપાળ ગયાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

ગૌરવ દહિયા અને લીનુ સિંઘ વચ્ચેના કેસમાં 15 જુલાઈ 2020ના રોજ દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો હતો જેનાથી કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે લીનુ સિંઘ સામે લાલ આંખ કરીને હાલના તબક્કે ગૌરવ દહિયાને મોટી રાહત આપી હતી. આ ઉપરાંત અદાલતે લીનુ સિંઘ અથવા તેમના સાથીઓ દ્વારા ફેલાવવામાં આવેલા અને ગૂગલ, ફેસબુક, ટ્વીટર જેવી વેબસાઈટ ઉપર ગૌરવ દહિયાને લગતા અને આ કેસને લગતા લખાણો, પોસ્ટ્સ અને કોઈ પણ પ્રકારના સાહિત્યને દૂર કરીને અથવા તે કન્ટેન્ટને બ્લોક કરી દેવાની સૂચના આપી છે.

Next Story