Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોના મહામારીની વચ્ચે વેક્સિનેશન સેન્ટર કાર્યરત, જુઓ કેવી કરાઇ છે વ્યવસ્થા..!

અમદાવાદ : કોરોના મહામારીની વચ્ચે વેક્સિનેશન સેન્ટર કાર્યરત, જુઓ કેવી કરાઇ છે વ્યવસ્થા..!
X

હાલ દેશભરમાં કોરોના મહામારીની વચ્ચે વેક્સિનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. જોકે ગુજરાતમાં અલગ અલગ જિલ્લા અને તાલુકા મથકે પણ આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં પણ વેક્સિન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યા આરોગ્ય અને એએમસીની ટીમ દ્વારા સમીક્ષા સાથે વેક્સિનેશન સેન્ટરનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વિરાટનગર સ્થિત સરકારી શાળામાં વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં વેક્સિન માટેની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેઓને રસી આપવાની છે, તેમના મેડિકલ ચેકઅપ માટે પ્રતીક્ષા ખંડ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત રસી આપતી વખતે સ્ટાફ દ્વારા કેવી કાળજી રાખવી તે બાબતે પણ તાલીમ આપવામાં આવી રહી છે. વેક્સિન સાથે મેડિકલ સ્ટાફની ટીમ પણ ઉપલબ્ધ રહેશે. તો જે વ્યક્તિને રસી આપવામાં આવશે તેને રસી આપ્યા બાદ 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. જેના માટે અલગ અલગ બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભરમાં વેક્સિનેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેનો સંપૂર્ણ ડેટા પણ અહીં ઉપલબ્ધ રાખવામાં આવશે. ઉપરાંત રસી બાદ શું કાળજી લેવી તેની પણ માહિતી આપવામાં આવશે.

Next Story