Connect Gujarat
Featured

અમદાવાદ : શહેર અને જિલ્લાનું SSCનું પરિણામ જાહેર, શહેરના તેજસ્વી તારલાઓ સાથે કનેક્ટ ગુજરાતનો સંવાદ

અમદાવાદ : શહેર અને જિલ્લાનું SSCનું પરિણામ જાહેર, શહેરના તેજસ્વી તારલાઓ સાથે કનેક્ટ ગુજરાતનો સંવાદ
X

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ એસેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવી ઉત્તીર્ણ થનારા તેજસ્વી વિદ્યાર્થીઓની કનેક્ટ ગુજરાતની ટીમે મુલાકાત લીધી હતી.

રાજ્યમાં ધો.10ની પરીક્ષાનું આજે 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદ શહેરનું 65.61 ટકા જ્યારે જિલ્લાનું 66.07 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં 50,943 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 33,375 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે જિલ્લામાં 39,045 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 25,798 નાપાસ થયા છે. ત્યારે કનેકટ ગુજરાતની ટીમે પણ તેજસ્વી તારલાઓની મુલાકાત લીધી હતી શહેરના મણિનગર વિસ્તાર માં આવેલ એસેન્ટ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન માં ઉચ્ચ શિખરો પાર્પ્ત કર્યા છે


એસએસસીમાં ગણિત અને વિજ્ઞાનમાં 100 માંથી 98 અને 99 માર્ક્સ મેળવનાર હર્શાલી, કોમળ અને પ્રથમ નામના વિદ્યાર્થીઓએ પોતાની સફળતા નો શ્રેય પરિવારને તો આપ્યો પણ સાથે સ્કૂલ અને ખાસ કરીને ઇન્સ્ટિટ્યૂટને પણ આપ્યો છે. ગણિત અને વિજ્ઞાન સૌથી કઠિન વિષય હોઈ છે ત્યારે આ વિદ્યાર્થીઓએ તેમાં સૌથી વધારે માર્ક્સ મેળવી પરિવાર અને તેમનું નામ રોશન કર્યું છે.


ઇન્સ્ટિયૂટના સંચાલક અભિષેક કંસારાનું કેહવું છે કે જ્યારે પરીક્ષા હોઈ ત્યારે વિધાયર્થીઓ માનસિક તણાવ થી દૂર રહેવા જોઈએ અને એક ટાઈમ ટેબલની સાથે જો આગળ વધે તો કોઈ પણ પ્રયાસ સફળ થઈ શકે છે.

બીજી તરફ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ વિજયનગર શાળાનું 86 ટકા પરિણામ આવતા અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા હાંસિલ કરી છે. શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓએ આખા વર્ષની મહેનત અને શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન સાથે ઘરે 8થી 10 કલાક મહેનત કરી પરીક્ષા સમયે આત્મવિશ્વાસના કારણે સફળતા મળી હોવાની વાત કરી હતી.

Next Story