/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/5.jpg)
અમદાવાદની સિવિલ હોસ્પિટલની બેદરકારી છાશવારે સામે આવી રહી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં રહેનારા એક દર્દી આખનો ઇલાજ કરવા જતાં તેમણે આખે તકલીફ હોવા છતાં ઊંટ વૈદી સારવારમાં અભિપ્રાય કઈક અલગ જ આપવામાં આવ્યો. જુઓ વિશેષ અહેવાલ માત્ર કનેક્ટ ગુજરાત ન્યૂઝ પર
અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં રહેતા ભાસ્કર ભાઈ હરિ ભાઈ દેવરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ હતા.તેમને ગળા ના ભાગે નસ દબાતી હોવાથી આંખે જોવા માં તકલીફ થતી હતી.સિવિલ હોસ્પિટલ માં મેડિકલ વોર્ડ માં બીજે માળે, બ્લોક સી-૬, બેડ નો. ૨૩ પર તેમની સારવાર ચાલતી હતી. તે દરમિયાન હાજર ડોક્ટરોએ તેમને Spine ની તકલીફ હોવાનું કહી સારવાર ચાલુ કરી , ત્યારબાદ ડોક્ટરો એ MRI રિપોર્ટ કરાવવા કહ્યું હતું અને તેમને સિવિલ હોપિટલ માજ આવેલ MRI સેન્ટરે રિપોર્ટ કરાવ્યો હતો.
૪ દિવસ બાદ રિપોર્ટ આવતા નયુરોસુર્જન ડોક્ટરે તેમને મગજ માં ગાંઠ છે જેની સારવાર ઓપેરશન થી થઇ શકે છે પરંતુ ઓપેરશન માં રિસ્ક વધારે હોવાથી તેમને ઓપેરશન નહિ કરવા તેમજ દવાની ગોળીઓ થી સારું થઇ જશે તેવું કહી તેમને હોસ્પિટલ માંથી રજા આપી દીધી.
જયારે તે બધા રિપોર્ટ એપોલો હોસ્પિટલ માં બીજા અભિપ્રાય તરીકે મોકલ્યા ત્યારે અમને ખબર પડી કે તે રિપોર્ટ મારા પિતા ની છેજ નહિ. અને MRI સેન્ટરે માં રિપોર્ટ બદલાઈ ગયેલ છે. તે છતાં પણ તેની તકેદારી ના રાખતા હોસ્પિટલ ના હાજર ડોક્ટરએ બીજા કોઈ દર્દી ના રિપોર્ટ ના આધેરે સારવાર ચાલુ રાખી. ભસ્કર દેવરે નું બીજા રિપોર્ટ ના આધારેઓપેરશન પણ કરી નાખ્યું હોત. આશિયાની મોટી સિવિલ હોસ્પિટલમાં આવા પ્રકારનાં ઉપચારને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.