Connect Gujarat
Featured

અમદાવાદ : રાયપુરના પતંગ બજારમાં ઉમટી ગ્રાહકોની ભીડ, પતંગ અને દોરીની ધુમ ખરીદી

અમદાવાદ : રાયપુરના પતંગ બજારમાં ઉમટી ગ્રાહકોની ભીડ, પતંગ અને દોરીની ધુમ ખરીદી
X

રાજ્યમાં ઉતરાયાની ઉજવણી માટે સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે અને આ ગાઇડલાઇન બહાર પડયા બાદ હવે અમદાવાદના સૌથી મોટા માર્કેટમાં પતંગની ખરીદી નીકળી છે ઉતરાયણ પહેલા આજે છેલ્લા દિવસે શહેરના મોટા રાયપુર પતંગ બજાર ખાતે મોટી સંખ્યામાં લોકો ખરીદી રહયા છે અને બજારના માહોલમાં સુધાર પણ દેખાઈ રહ્યો છે

ઉતરાયણનો તહેવાર ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર છે અને આ 2 દિવસ પરિવાર અને મિત્રો સાથે આ તહેવાર ઉજવતા હોઈ છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી અને ત્યારબાદ અનિશ્ચિતતા હતી કે તહેવાર ઉજવાશે કે નહિ જેને કારણે અહીં વેપારીઓએ પતંગ પણ ઓછા બનવ્યા પણ ગાઇડલાઇન બહાર પાડયા બાદ હવે સ્ટોક ખૂટી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે


પતંગ અને દોરીની ધુમ ખરીદી નીકળતાં દુકાનોમાં સ્ટોક ખતમ થઈ જતાં કેટલાકે તો દુકાન બંધ કરવી પડી હતી. કોરોનાને કારણે શહેરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં હોવાથી લોકોએ દિવસે ખરીદી માટે ધસારો કર્યો હતો. સામાન્યપણે ઉત્તરાયણના બે-ત્રણ દિવસ પહેલાં પતંગ બજારોમાં આખી રાત ભીડ જામતી હોય છે. કોટ વિસ્તારના પતંગબજારો ઉપરાંત નારણપુરા, અખબારનગર, મેમનગર, સેટેલાઈટમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી.આમ શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી છે

સિઝનલ બજાર રાયપુરના પ્રમુખ દેવાંગ ચોકસીએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ દિવસોમાં સામાન્ય રીતે 70થી ટકા વધુ પતંગ-દોરીનું વેચાણ થાય છે. પણ કોરોનાને કારણે માત્ર 30થી 40 ટકા જ વેચાણ થયું છે. સાડા ત્રણ કરોડ પતંગ અત્યાર સુધી વેચાયા છે. જેમાંથી 2 કરોડ સ્થાનિક લેવલે બનાવાય હતા. જ્યારે દોઢ બહારના રાજ્યમાંથી મંગાવાયા હતા.તેઓ કહે છે કે ટાઈમ લિમિટના કારણે અમારા વેપારને અસર થઇ છે પણ ગુજરાતીઓ તેહવાર ઉજવવામાં આગળ રહે છે છતાં અમને જે ડર હતો તેના કરતા સારી ખરીદી જોવા મળી છે.

Next Story