Connect Gujarat
Featured

અમદાવાદ : નશાના સોદાગરોએ ગાંજાનો જથ્થો છુપાવવા અજમાવી અનોખી રીત, તમે પણ જુઓ

અમદાવાદ : નશાના સોદાગરોએ ગાંજાનો જથ્થો છુપાવવા અજમાવી અનોખી રીત, તમે પણ જુઓ
X

અમદાવાદ શહેરમાં ફરી એક વખત નશીલા પદાર્થ એટલે કે ગાંજાની મોટી માત્રામાં થતી હેરાફેરી ઝડપાઈ છે એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે અસલાલી પાસે થી ૩૯ કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે ત્યારે આવો જોઈએ કેવી રીતે આરોપીઓ કરતા હતા ગાંજાની હેરાફેરી અમારા આ ક્રાઇમ રિપોર્ટમાં

પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ ત્રણે આરોપીઓના નામ ઈશ્વર ચૌહાણ , દિલીપ ચૌહાણ , અને રણજીત વણજારા છે આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશથી artiga કાર માં 40 કિલો જેટલો ગાંજાનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યા હતા જોકે અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા અસલાલી ખાતે એમપી પાસિંગની ગાડી ઉભી રાખી તપાસ કરતા 40 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો....ગાંજાની હેરાફેરી ની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો આરોપીઓ દ્વારા એરટીગા ગાડી ની ડિક્કી નીચે સ્પેર વ્હીલ ના સ્ટેન્ડની જગ્યા પર એક લોખંડનું સ્ટેન્ડ બનાવીને તેની અંદર મોટી માત્રામાં ગાંજાની હેરાફેરી કરતા હતા જોકે પોલીસને ચોક્કસ બાતમી મળતા ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે ગાંજાની હેરાફેરી માં મુખ્ય આરોપી તરીકે ઈશ્વર નું નામ સામે આવ્યું છે...પોલીસે આરોપીઓ પાસેથી ૩૯ કિલો 700 ગ્રામ ગાંજો એક ertiga ગાડી 3 મોબાઈલ તથા રોકડ રકમ થઈને કોલ નવલાખ થી વધારે નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

હાલ તો એસઓજી ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ઈશ્વર ચૌહાણ સહિજ ત્રણ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ આ ગાંજાનો જથ્થો સપ્લાય કરવાનો હતો અને કેટલા સમયથી આરોપીઓ આજ મોડસ ઓપરેન્ડીથી ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે તેને લઈને પણ તાપસ નો દોર સરું કર્યો છે પોલીસ પૂછપરછમાં અમદાવાદ શહેરના ચાલતા ગાંજા ના વેચાણ નાં મોટા નેટવર્કના ખુલાસા થઈ શકે છે

Next Story