Connect Gujarat
Featured

અમદાવાદ: એક તબીબના હાથમાં ઇન્જેકશનના બદલે આવી ગઈ પિસ્તોલ અને પછી શું થયું જુઓ

અમદાવાદ: એક તબીબના હાથમાં ઇન્જેકશનના બદલે આવી ગઈ પિસ્તોલ અને પછી શું થયું જુઓ
X

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બાદ હવે ડોક્ટરને પણ કાયદાનો કોઇ ડર રહ્યો ન હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ હેતવી હોસ્પિટલના ડૉ કૌશિક નાયક દ્વારા હવામા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં એક ડોક્ટર દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ફાયરિંગ કરનાર તબીબ અને તેમના મિત્રની આ મામલમાં ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ફાયરિંગ પાછળનું ચોકાવનારું કારણ બહાર આવ્યું છે ડોક્ટર કૌશિક નાયક અને જગદીશ જોષીયાર બંને મિત્રો છે. ડોક્ટર કિરણ નાયક વસ્ત્રાલમાં હેતવી હોસ્પિટલના માલિક છે જ્યારે જગદીશ જોષી નિવૃત આર્મીમેન છે. તબીબની પુત્રીની ગામનો યુવાન છેડતી કરતો હતો ત્યારે ડોકટર દ્વારા આવેશમાં આવીને જગદીશની પિસ્તોલ વડે હવામાં ફાયરિંગ કર્યું હતું. રામોલ પોલીસને ઘટનાની જાણ થતાં તુરંત જ ઘટના સ્થળ પર પહોંચીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જો કે કહેવામા આવી રહ્યું છે કે લોકોમાં રોફ જમાવવા તબીબે હવામાં ફાયરિંગ કર્યું હતું.

Next Story