Connect Gujarat
Featured

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની તડામાર તૈયારીઓ, પીએમના હસ્તે વચ્યુઅલ ભુમિપુજન

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની તડામાર તૈયારીઓ, પીએમના હસ્તે વચ્યુઅલ ભુમિપુજન
X

અમદાવાદ મેટ્રો ફેઝ 2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભુમિપુજન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું છે. દિલ્હીથી વિડિઓ કોન્ફ્રન્સ દ્વારા આજે સવારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારીમાં પણ 17 હજાર કરોડના ખર્ચે ઇન્ફ્રાસ્ટક્ચરના કામો થઇ રહયા છે.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર 22.8 કિમિના મેટ્રો રેલમાર્ગનું નિર્માણ કરવામાં આવશે. મેટ્રો ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીથી ગિફ્ટ સીટીને જોડાશે. જેનું અંતર 5.4 કીમી રહેશે. ફેઝ 2માં કુલ 22 એલિવેટેડ મેટ્રો સ્ટેશન હશે. ભવિષ્યમાં સરદાર પટેલ અંતરરાષ્ટ્રીય હવાઈ મથકને જોડવાની જોગવાઈ પણ આ પ્રોજેકટમાં જોવા મળે છે. કાર્યક્રમમાં રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.હરદીપ સિંઘ પુરી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. પીએમએ વધુમાં કહ્યું, ગુજરાતમાં આયુષ્માન ભારત થતી 21 લાખ લોકોએ મફત સારવારનો લાભ લીધો છે, સાથે 35 હજારથી વધુ શૌચાલય બન્યાં છે, ત્યારે હવે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચી રહ્યું છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેજ 2 એ વિસ્તરણ છે મેટ્રો 1 જે અમદાવાદ અને ગાંધીનગરને એક બીજાને જોડે છે આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 40.3 કિલોમીટરની છે જેમાંથી 6.5 કિ.મી. લંબાઈના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી જ કાર્યરત છે અને બાકી રહેલ 33.5 કિ.મી.ની કામગીરી ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી સાથે ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે. ફેઝ-2ના કોરિડોર-1ની લંબાઈ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 22.8 કિલોમીટરની છે.

Next Story