Connect Gujarat
Featured

અમદાવાદ : પત્રકારના વેશમાં ઠગ ટોળકી ઝડપાઇ, ધમકી આપી પડાવ્યા હતા રૂપિયા

અમદાવાદ : પત્રકારના વેશમાં ઠગ ટોળકી ઝડપાઇ, ધમકી આપી પડાવ્યા હતા રૂપિયા
X

અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં નકલી પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો. નકલી પત્રકાર બનીને પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ છે. પણ આ વખતે ફરિયાદી યુવકની સમય સુચકતા એ આ નકલી પત્રકારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. વટવા પોલીસે પૈસા પડાવતી નકલી પત્રકારોની ટોળકી ઝડપી જેલના સળિયા ગણાતા કરી દીધા છે.

વટવા પોલીસની ગિરફતમાં ઉભા રહેલ મહિલા આરોપી પાર્વતીબેન શર્મા, ચીમનલાલ શર્મા, મુસ્તુફા ટીનવાલા અને સુરેશ ગોંડલીયા નકલી પત્રકારો છે. આ નકલી પત્રકારોની ટોળકી ગેરકાયદેસર બાંધકામની ધમકીથી રૂપિયા પડાવવા ગયા હતા. વટવા વિસ્તારમાં રહેતા તારીક સૈયદ પોતાનું ઘર નવું બાંધકામ ચાલી રહ્યું ત્યા નકલી પત્રકાર પાર્વતી શર્મા, પતિ ચીમન લાલ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ હોવાની ઓળખ આપી ગેરકાયદે બાંધકામ ચાલતું હોવાનું કહી પૈસાની માંગણી કરી હતી. જો કે તરીક સૈયદે પોલીસને જાણ કરતા નકલી પત્રકાર ટોળકી ઝડપાઇ ગઈ હતી.

નકલી પત્રકારોની ટોળકીએ ફરીયાદીને ડરાવી ધમકાવી 25 હજાર રૂપિયાની માગણી કરી હતી.જો પૈસા નહિ આપે તો બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી હતી જેથી ફરિયાદીએ નકલી પત્રકારોની ટોળકીને 11,500 રૂપિયા આપ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતા આ ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં નકલી પત્રકારો તોડ કરવા ગયા હોવાની કબૂલાત કરી છે. પકડાયેલ આરોપી પાર્વતી શર્મા,મુસ્તુફા અને સુરેશ ગોંડલીયા વિકલી ન્યુઝ પેપર ચલાવતા હોવાનું જણાવી રહ્યા છે.

વટવા પોલીસે નકલી પત્રકારોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે કે આ નકલી પત્રકારો અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. પરતું પુર્વ વિસ્તારમાં નકલી પત્રકારોનો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. આવા પત્રકારોના વેશમાં પત્રકારત્વને બદનામ કરતાં ઠગ ઇસમોનો સફાયો જરૂરી છે.

Next Story