Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: સરકારી શાળાઓ હવે ખાનગી શાળાને આપી રહી છે ટક્કર, જુઓ ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ,

અમદાવાદ: સરકારી શાળાઓ હવે ખાનગી શાળાને આપી રહી છે ટક્કર, જુઓ ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ,
X

વાલીઓ પોતાના બાળકોને બહોળી સંખ્યામાં ખાનગી

સ્કૂલોમાં મુકતા હોય છે પરંતુ ખાનગી સ્કૂલ કરતા પણ સ્માર્ટ ટેક્નોલોજોથી સુસજ્જિત

સ્કૂલ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના કાંકરિયા ખાતે બનાવવામાં આવી છે. જેમાં

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશરે 1.60 કરોડ રૂપિયાના ખર્ચે

જૂની છબી સુધારીને નવી છબી તૈયાર કરવામાં આવી.

શું આપણે વિચારી શકીએ કે કોઈ સરકારી સ્કૂલ ખાનગી

સ્કૂલ કરતા પણ પૂર્ણ ટેક્નોલોજીથી સરભર હોય કે જેનાથી ખરેખર ભાર વિનાના ભણતરનો

અનુભવ વિદ્યાર્થીઓને થઇ શકે ? એવી જ સ્કૂલ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ કાંકરિયા શાળા નંબર 5 અને 6 બનાવવામાં આવી છે

જેમાં વિદ્યાર્થીઓ સ્મોલ નોટ-પેડથી તેમના ફ્યુચર ક્લાસમાં ભણવા પણ લાગ્યા છે.

જેમાં વિદ્યાર્થીને ભણવાની મજા પણ આવે છે.

આ સ્કૂલમમાં વિદ્યાર્થીઓને સ્કૂલી શિક્ષણ તો આપવામાં

આવે જ છે પરંતુ સાથે સાથે ભવિષ્યમાં ઉપયોગીમાં આવનારી પ્રયોગ શાળાઓ પણ બનાવવામાં

આવી છે. વિદ્યાર્થીઓ રિયલ ટાઈમ અવકાશ દર્શન કરી શકે તેના

માટે દેશમાં પ્રથમવાર ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ

સહીત હાલના વડાપ્રધાને પણ મુલાકાત લીધી હતી.

સ્કૂલો હવે બદલાઈ રહી છે ત્યારે આ સ્કૂલનું ઉદઘાટન પણ 20 જાન્યુઆરીએ

અમદાવાદના એમપી દ્વારા કરવામાં આવવાનું છે કેટલાક વાલીઓ તો એવા છે જે ખાનગી

સ્કૂલોમાંથી હવે સરકારી સ્કૂલોમાં આવવા લાગ્યા છે હવે આ

સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ચોપડા લઈને જવું નહિ પડે માત્ર સ્કૂલમાંથી મળેલ નોટપેડ

દ્વારા તેમને ભણવાનું રહેશે. જેનાથી હવે વિદ્યાર્થીઓ પણ ખુશ છે સાથે સાથે ત્યાંના

શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Next Story