Connect Gujarat
Featured

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતી અક્ષર પટેલનો તરખાટ, માત્ર બે દિવસમાં ભારતની જીત

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતી અક્ષર પટેલનો તરખાટ, માત્ર બે દિવસમાં ભારતની જીત
X

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ડેનાઈટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને ટીમ ઈન્ડિયાને જીત માટે 49 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 7.4 ઓવરમાં 10 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. આ સાથે સીરિઝ પર 2-1થી કબજો કરી લીધો છે.

ત્રીજી ટેસ્ટમાં અક્ષર પટેલે તરખાટ મચાવતા કુલ 11 વિકેટ ઝડપી હતી અને રવિચંદ્રન અશ્વિને કુલ 7 વિકેટ ઝડપી હતી. તેની સાથે અશ્વિને પોતાના કેરિયરની 400 વિકેટ પૂરી કરી છે.

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી અક્ષર પટેલે 6 વિકેટ, અશ્વીને 3 વિકેટ અને ઈશાંત શર્માએ 1 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 145 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી અને ભારતને 33 રનની લીડ મળી હતી. જો રૂટે 5 વિકેટ અને લીચે 4 વિકેટ ઝડપી હતી.

પ્રથમ ઈનિંગમાં 33 રનની લીડ મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડને માત્ર 81 રન પર ઓલઆઉટ કરી દીધી છે. ભારતને જીત માટે 49 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. જ્યારે ભારત માટે અક્ષર પટેલે 32 રન આપી 48 રન આપી 5 અને અશ્વિને 38 રન આપી ચાર વિકેટ ઝટપી હતી.

મોટેરામાં રમાયેલી આ ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું 22મી વખત બન્યું છે. જ્યારે કોઈ ટેસ્ટનું પરિણામ બે જ દિવસમાં આવ્યું હોય. રસપ્રદ વાત એમાં એ છે કે, તેમાં 13 વખત ઈંગ્લેન્ડ સામેલ છે. આ 13 મેચોમાં ઈંગ્લેન્ડને ચાર વખત હારનો સામનો કરવો પડ્યો છે.

Next Story