/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/28182959/maxresdefault-356.jpg)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અને ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલી શાળામાં વિદ્યાર્થીઓને બોલાવી તેમની પરીક્ષા શરૂ કરી દેવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. વિવાદ વકર્યા બાદ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલી કોર્પોરેશન સંચાલિત શાળામાં ધોરણ-7 અને આઠની પરીક્ષા ચાલી રહી હોવાની માહિતી મળી હતી. બાદમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના મહામંત્રીએ તપાસ કરતા એક વર્ગખંડમાં બંધ બારણે પરીક્ષા ચાલી રહ્યાનું માલુમ પડ્યું હતું. હાલ લોકડાઉનને પગલે સ્કૂલ બંધ હોવા છતાં શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવીને સરકારી ગાઇડલાઇનો ભંગ કર્યો હતો.