Connect Gujarat
Featured

અમદાવાદ : ખાતર કૌભાંડના આરોપીઓને બચાવવા હેડ કોન્સટેબલે માંગી 50 લાખ રૂપિયાની લાંચ, જુઓ પછી શું થયું

અમદાવાદ : ખાતર કૌભાંડના આરોપીઓને બચાવવા હેડ કોન્સટેબલે માંગી 50 લાખ રૂપિયાની લાંચ, જુઓ પછી શું થયું
X

ગુજરાતમાં લાંચ લેતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. બહુચર્ચિત ખાતર કૌભાંડમાં આરોપીઓને બચાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ માંગનારા આર.આર.સેલના હેડ કોન્સટેબલને એસીબીએ ઝડપી પાડયાં છે.

પોલીસનું કામ જનતાની રક્ષા કરવાનુ હોય છે પરંતુ ઘણીવાર આપણે સાંભળતા હોઇએ છીએ કે આ જ રક્ષક પોતાની જવાબદારી નેવે મુકી જનતાને લૂંટવાનો પ્રયત્ન કરતા હોય છે. જો કે દરેક પોલીસ કર્મીઓ વિશે આ પ્રમાણે કહેવુ ખોટુ રહેશે. બધા અધિકારી કે કર્મચારીઓ લાંચિયા નથી હોતાં તે પણ આપણે સ્વીકારવું પડશે. અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ રૂ.50 લાખની લાંચ માંગતો ACB નાં સકંજામાં આવી ગયો છે. તમને જણાવી દઇએ કે, વર્ષનાં અંતિમ દિવસે એન્ટી કરપ્શન બ્યુરોએ સૌથી મોટી રેઇડને અંજામ આપ્યો હતો. આણંદમાંથી એક પોલીસ કર્મી અંદાજે 50 લાખ રૂપિયાની લાંચ લેતા ACB નાં હાથે ઝડપાયો છે. આણંદ, ખેડા અને અમદાવાદ ACBએ સંયુક્તપણે છટકું ગોઠવ્યું હતું. જેમાં પ્રકાશસિંહ રાઓલ નામનાં હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીના હાથે ઝડપાયેલો પ્રકાશસિંહ રાજયના પોલીસ વિભાગની સૌથી મહત્વની ગણાતી આર.આર.સેલમાં ફરજ બજાવે છે. બહુચર્ચિત ખાતર કૌભાંડમાં આરોપીઓને બચાવવા માટે તેણે 50 લાખ રૂપિયાની માતબર લાંચ માંગી હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે.

Next Story