Connect Gujarat
Featured

અમદાવાદ : ઝાલોદના હિરેન પટેલની હત્યામાં કોંગ્રેસના ધારાસભ્યના ભાઇની સંડોવણી આવી બહાર

અમદાવાદ : ઝાલોદના હિરેન પટેલની હત્યામાં કોંગ્રેસના ધારાસભ્યના ભાઇની સંડોવણી આવી બહાર
X

ઝાલોદ નગરપાલિકાના સભ્ય હિરેન પટેલની હત્યામાં કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇ અમિત કટારાની સંડોવણી બહાર આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. બે દિવસ પહેલાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભાવેશ પટેલના પરિવારની મુલાકાત લીધી હતી અને હત્યા કેસમાં કોઇ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહિ તેવી ખાતરી આપી હતી.

ઝાલોદ પાલિકાના ભાજપના સભ્ય હિરેન પટેલની હત્યા કરી તેને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુજરાત એટીએસની ટીમે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં હરિયાણાથી ઇમરાન ઉર્ફે ઇમુને હરિયાણાથી ઝડપી લેવામાં આવ્યો હતો. ઇમુએ હિરેન પટેલની હત્યા માટે અમિત બાબુ કટારાએ સોપારી આવી હોવાની કબુલાત કરતાં ખળભળાટ મચી ગયો છે. અમિત કટારા કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાનો ભાઇ અને પુર્વ સાંસદ બાબુ કટારાનો પુત્ર છે.

હિરેન પટેલની હત્યામાં જેની સંડોવણી બહાર આવી છે તે અમિત કટારા પૂર્વ સાંસદ બાબુ કટારાના દીકરા છે.અને તેમનું રાજનીતિક પ્રભુત્વ આ વિસ્તારમાં જોવા મળે છે અમિત કટારાએ ઇમરાન સાથે મળીને કાવતરુ રચ્યું હતું. ATSની ટીમે ઇમરાન ગુડાલાની હરિયાણાથી ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં 6 આરોપીઓ ઝડપાઇ ચૂક્યા હતા.ભાજપના કોર્પોરેટરની હત્યા કરીને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. અન્ય રાજકીય નેતાઓની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી છે ગુજરાત એટીએસના ખુલાસાથી રાજકીય હડકંપ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભાવેશ પટેલના પરિવારની મુલાકાત લીધી હતી અને હત્યા કેસમાં કોઇ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહિ તેવી ખાતરી આપી હતી.

Next Story