Connect Gujarat
Featured

અમદાવાદ: ચૂંટણી પૂર્વે દારૂની રેલમછેલ, અત્યાર સુધી રૂપિયા 25 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું

અમદાવાદ: ચૂંટણી પૂર્વે દારૂની રેલમછેલ, અત્યાર સુધી રૂપિયા 25 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું
X

રાજયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીણે લઈ રાજ્યની પોલીસ સજ્જ થઈ ગઈ છે. પોલીસે અત્યાર સુધી રૂપિયા 25 કરોડથી વધુનો વિદેશી દારૂ મુદ્દામલ સાથે ઝડપી પાડ્યો છે તો નાસતા ફરતા 1400 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે અને રાજ્યમાં ૨૧ તારીખે યોજાનારી 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા અંગે કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસની કામગીરી અંગે માહિતી આપવા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં તેમણે કહ્યું કે 3411 મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

એસઆરપીની 30 કંપની તૈનાત કરવામાં આવશે તો 14 કંપની બહારથી પણ બોલાવવામાં આવી છે. આ ઉપરાંત 88 ટકા હથિયારો એટલે 15 હજાર હથિયાર જમા થયા છે. રાજકીય રેલીઓમાં પણ કોવિડ ગાઇડલાઇનના ભંગ બદલ કાર્યવાહી થઇ છે. નાસતા ફરતા 1400 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તો અનેક અસામાજિક તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. મતદાન સમયે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરશે જરૂર પડશે ત્યાં પેરામિલેટ્રી ફોર્સની મદદ લેવામાં આવશે સરહદો પર 97 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે.

મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું હતું કે સ્ટ્રોંગ રૂમમાં એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અટકાયતી પગલાંમાં 47હજાર જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે .અત્યાર સુધી 25 કરોડ દારૂ (વાહન સાથે) જપ્ત કર્યો છે. રીઢા ગુનેગાર જે સજા પામેલા છે તેવા 70 લોકો ને પકડવામાં આવ્યા છે. તો રાજ્યમાં 18 હજાર લોકો ને વોરન્ટ ની બજવણી કરવામાં આવી છે આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ રાજ્ય પોલીસ સજ્જ થઇ છે.

Next Story