Connect Gujarat
Featured

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં અરજી,વાંચો શું છે મામલો

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં અરજી,વાંચો શું છે મામલો
X

સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. મહાનગરોની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે તેવી અરજદારે કરી કોર્ટમાં રજૂઆત કરી છે. સાથે જ સાથે જ અરજદારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તારીખ એક જ રાખવી જોઇએ તેવી રજૂઆત કરી છે. હાઈકોર્ટ દ્વારા આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમે તૈયાર છીએ. વર્ષ 2015માં હાઇકોર્ટેના આદેશ બાદ પણ ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરી છે. ચૂંટણીપંચના આ નિર્ણયને અમે કોર્ટમાં પડકારીશું.

Next Story