Connect Gujarat
Featured

અમદાવાદ : મનપાની ચૂંટણી સંદર્ભે પોલીસકર્મીઓને અપાઈ વિશેષ તાલીમ, જુઓ શું કહ્યું પોલીસ કમિશ્નરે..!

અમદાવાદ : મનપાની ચૂંટણી સંદર્ભે પોલીસકર્મીઓને અપાઈ વિશેષ તાલીમ, જુઓ શું કહ્યું પોલીસ કમિશ્નરે..!
X

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમદાવાદ મહાનગપાલિકામાં ચૂંટણીમાં પોલીસ જવાનો અને અધિકારીઓએ પોતાની ફરજ કેવી રીતે બજાવવી તે અંગે તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીત પોલીસ ફોર્સના જવાનો અને ટ્રાફિક જેસીપી ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ ખૂબ જોરશોરથી શરૂ થઈ ગઈ છે, ત્યારે પોલીસની શું ફરજ છે અને કેવી રીતે તેનું પાલન કરવું તે માટે 2 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મહાનગપાલિકાની ચૂંટણીની સાથોસાથ ટ્રાફિક પોલીસ જવાનોમાં જાગૃતિ, ફિટનેસ અને અન્ય મુદ્દાઓ જેવા કે, સંયમ રાખવો અને કેવી રીતે ફિટ રહી કામ કેવી રીતે કરી શકાય અને કોરોના મહામારીની સ્થિતિમાં કેવી રીતે કામ કરવું સહિતના વિવિધ મુદ્દે તાલીમ શિબિરમાં વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ તાલીમ શિબિરમાં દેશના અલગ અલગ 8 જેટલા સ્પીકરો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે.

અત્રે મૂળ વાત તો એ છે કે, અમદાવાદ પોલીસનો 80 ટકા સ્ટાફ આ ચૂંટણી પ્રકિયામાં ફરજ બજાવશે. તો સાથે જ પેરા મિલેટ્રી ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે. ચૂંટણી દરમ્યાન પોલીસ પાસે શું સત્તા છે અને તે કેવી રીતે કાર્યવાહી કરી શકે છે તે માટે પણ આ તાલીમ શિબિરમાં ચર્ચા કરવામાં આવશે. ચૂંટણીમાં કોઈ અસામાજિક તત્વો અવરોધ ઉભા ન કરે તે માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે. ઉપરાંત મતદાન કેન્દ્ર પર સામાજિક અંતર જળવાઈ રહે જેથી ખોટી ભીડ ઉભી ન થાય તેના માટે પણ કામગીરી કરવામાં આવશે. આ તકે અમદાવાદ પોલીસ કમિશ્નરે ચૂંટણીમાં નિષ્પક્ષ અને ભય વગર મતદાન થશે તેવો વિશ્વાશ પણ વ્યકત કર્યો હતો.

Next Story