Connect Gujarat
Featured

અમદાવાદ : મંડપ ડેકોરેશન અને જુગારમાં દેવુ થતાં ઘડાયો લુંટનો પ્લાન, બે સ્થળોએ ચલાવી હતી લુંટ

અમદાવાદ : મંડપ ડેકોરેશન અને જુગારમાં દેવુ થતાં ઘડાયો લુંટનો પ્લાન, બે સ્થળોએ ચલાવી હતી લુંટ
X

અમદાવાદના નિકોલ અને ઠક્કરબાપા નગરમાં છેલ્લા દિવસોમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટનાઓ અંજામ આપનાર 5 આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. બને લૂંટમાં કુલ 8 આરોપીએ વારદાતને અંજામ આપ્યો હતો જેમાં 3 આરોપી ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓને અમદાવાદ અને 2 આરોપીઓને મુંબઈથી પકડી પાડ્યા છે.


લૂંટ કરનાર આરોપી રાજવીર મંડપ ડેકોરેશનનું કામ કરતો હતો અને જેમાં નુકસાન થઈ જતા દેવું થઈ ગયેલ અને આરોપી સુકેન્દ્ર સિંગ જુગાર રમતો હતો અને તેને પણ દેવું થઈ ગયું હતું. જેથી રાજવીર અને સુકેન્દ્ર છેલ્લા 4-5 મહિનાથી ચોરી લૂંટ માટે પ્લાન કરી રહ્યાં હતાં અને લૂંટની ઘટનાનો પ્લાન બનાવ્યો હતો તેના માટે સતેન્દ્ર સિંહે પોતાના બનેવી બુદ્ધે સિંગને ખાસ યુપી થી બોલાવેલ બનેવીએ લૂંટના ગુનામાં સંડોવાયેલા સુધીર ઉર્ફે ફોજી અને લખનને લઈને આવ્યો હતો. સાથો સાથ રાજવીર સિંહે પોતાના સાળા દિપક પરિહારને મુંબઈ થી બોલાવેલ અને જેને પોતાના મિત્ર અજય મરાઠાને લઈને આવ્યો હતો. આરોપી સુધીર હથિયાર લઈને આવ્યો હતો અને જે રિક્ષામાં રેકી કરવામાં આવી હતી તે બદલી નાખી હતી તેથી કોઈ ઓળખે નહિ ત્યારબાદ વારદાતને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ રાજ્ય છોડી બહાર જતાં રહ્યા હતા. રોકડ રકમ અમદાવાદના આરોપીએ રાખી તો દાગીના યુપીના આરોપીઓ લઇ ગયા હતા. હાલ અન્ય 3 આરોપીઓને પકડવા કાર્યવાહી ચાલી રહી છે. સાથે જ એ પણ સામે આવ્યું છે કે આરોપી સુધીર સામે અનેક ગુનાઓ દાખલ છે જેમા પણ તે વોન્ટેડ છે

Next Story