/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/03131648/maxresdefault-33.jpg)
સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે હવે અમદાવાદમાં પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના ભરડામાં આવી રહ્યા છે. શહેરના ઝોન-2માં આવેલ શાહપુર, ચાંદખેડા અને સાબરમતી સહીત 6 પોલીસ મથકના 20થી વધુ પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે એક સાથે જ અચાનક 20થી વધુ પોલીસકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ મથકના પીઆઇ આર.એલ.ખરાડીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાંદખેડા પોલીસ મથકના પીઆઇ સહિત 10 પોલીસકર્મીઓ પણ કોરોના પોઝિટિવ થયાં હતા, ત્યારે હવે ફરી એકવાર કોરોનાનો કહેર પોલીસ વિભાગમાં ફરી વળ્યો છે. શહેરના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ કોરોના પોઝિટિવ આવતા તેઓ રજા પર છે. તો તાપાસમાં ગયેલ અનેક પોલીસ કર્મીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 970 જેટલા પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 800થી વધુ પોલીસકર્મીઓએ કોરોનાને મ્હાત આપી છે, તો 11 પોલીસકર્મીઓનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. શહેરના દરેક પોલીસ મથક અને કચેરીઓને સતત સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. જોકે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે, છતાં પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.