Connect Gujarat
સમાચાર

અમદાવાદ : હવે લગ્નમાં માત્ર 100 માણસોને હાજર રાખી શકાશે, અંતિમ ક્રિયામાં 50 લોકો હાજરી આપી શકશે

અમદાવાદ : હવે લગ્નમાં માત્ર 100 માણસોને હાજર રાખી શકાશે, અંતિમ ક્રિયામાં 50 લોકો હાજરી આપી શકશે
X

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈ રાજ્ય સરકારે લગ્ન સમારોહ જેવી ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકા થી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે તેવી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ મર્યાદા 200 રાખી હતી, પરંતુ કેસ વધતા અને સુપ્રીમ કોર્ટની ફટકાર મળતા આ મર્યાદા 100 લોકોની કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ અને ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં કર્ફ્યૂ સમય દરમિયાન લગ્ન કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં નાઈટ કરર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે તે સાત ડિસેમ્બર સુધી યથાવત રહેશે. અમદાવાદના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે મુજબ અમદાવાદમાં આગામી સાત ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂ રહેશે.

Next Story