Connect Gujarat
Featured

અમદાવાદ : માસ્ક વગર નીકળતા પહેલા ચેતી જજો, હાઈકોર્ટે સરકારને આપ્યો આ આદેશ!

અમદાવાદ : માસ્ક વગર નીકળતા પહેલા ચેતી જજો, હાઈકોર્ટે સરકારને આપ્યો આ આદેશ!
X

રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ હજુ પણ લોકો માસ્ક વિના નજરે પડી રહ્યા છે. આવા લોકો સામે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે સરકારને આદેશ કર્યો છે કે જે લોકો માસ્ક વિના ઝડપાય તેમણે કોવિડ કેર સેન્ટર મોકલી 5 થી 6 કલાક સુધી કૉમ્યુનિટી સેવા કરાવવામાં આવે.

રાજ્યમાં કોરોના મહામારી વકરી રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે અને માસ્ક વગર ફરતા લોકો સામે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે માસ્ક વગર ફરતા લોકો સામે કડક પગલાં લેવા આદેશ કર્યો છે. જે લોકો માસ્ક વગર ફરી રહયા છે તેને કોવીડ કેર સેન્ટરમાં મોકલી 5 થી 6 કલાકની કોમ્યુનિટી સેવા કરાવવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. માસ્ક નહિ પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. માસ્ક નહીં પહેરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. તેના માટે રાજ્ય સરકારે વ્યવસ્થા કરવાની રહેશે રાજ્યમાં કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે બેદરકારી નહિ ચલાવી લેવા કોર્ટે પણ સખત રૂખ અપનાવ્યું છે.

માસ્ક વગરના વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય 10 દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરે તેવો પણ કોર્ટે નિર્દેશ કર્યો છે. બે દિવસ પહેલાં જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો.

Next Story