Connect Gujarat
Featured

અમદાવાદ : મહાત્મા ગાંધીજીની યાદોને જીવંત કરતો સાબરમતી આશ્રમ થયો “અનલોક”

અમદાવાદ : મહાત્મા ગાંધીજીની યાદોને જીવંત કરતો સાબરમતી આશ્રમ થયો “અનલોક”
X

અમદાવાદમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતાં ગાંધી આશ્રમને 10 મહિના બાદ મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે 18 માર્ચથી સાબરમતી આશ્રમના દ્વાર મુલાકાતીઓ માટે બંધ હતાં.


માર્ચ મહિનાથી બંધ કરેલ સાબરમતી આશ્રમ ફરી એકવાર મુલાકાતીઓ માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. 103 વર્ષ કરતાં વધુ સમયનો ઈતિહાસ ધરાવતા સાબરમતી આશ્રમના દ્વાર 10 મહિના માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. હવે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે આશ્રમને મુલાકાતીઓ માટે પુનઃ ખોલવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં સવારે આશ્રમમાં મુલાકાતીઓ માટેનો સમય સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે. બુક શોપ, ખાદી શોપ, ચરખા ગેલેરીને હજુ ખોલવામાં આવ્યા નથી. કેમકે, ત્યાં હજુ વધારે ભીડ થવાની સંભાવના છે.

બેસવાની જગ્યામાં મુલાકાતીઓ 6 ફૂટના અંતરે બેસે તેવા સ્ટિકર લગાવવામાં આવેલા છે. 19 જગ્યાએ સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરાઇ છે. મ્યુઝિયમ ગેલેરી છે ત્યાં ૬ ફૂટના અંતરે જ મુલાકાતીઓ ઉભા રહી શકે તેવા સ્ટિકર લગાવાયા છે. સાબરમતી આશ્રમને સવારે ખોલતા અને સાંજે બંધ કરતી વખતે સેનિટાઇઝ કરવામાં આવશે. અનલોક થયા બાદ સાબરમતી આશ્રમ ફરી એકવાર પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. ત્યારે માત્ર રાજ્યના લોકો નહિ પણ રાજ્યની બહારથી પણ લોકો માત્ર આશ્રમ ની મુલાકાત માટે પણ આવ્યા છે.


કોરોના મહામારી ઓછી થતા સાબરમતી આશ્રમ 10 મહિના બાદ ખુલ્લો મુકવામાં આવ્યો છે. પ્રવાસીઓ પણ નિયમોનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. છેલ્લા 10 મહિનાથી આશ્રમ બંધ હોવાથી મુલાકાતીઓમાં પણ નિરાશા જોવા મળતી હતી. ગાંધી અધ્યન સાથે સંકળાયેલા વિધાર્થીઓની જીજ્ઞાસાવૃત્તિ સંતોષાઈ અને ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર વધશે..

Next Story