Connect Gujarat
Featured

અમદાવાદ : સાબરમતી નદી પર બની રહયો છે સ્કાય ફુટ બ્રિજ, 40 ટકા કામગીરી પુર્ણ

અમદાવાદ : સાબરમતી નદી પર બની રહયો છે સ્કાય ફુટ બ્રિજ, 40 ટકા કામગીરી પુર્ણ
X

અમદાવાદ રીવર ફ્રન્ટની ઓળખ હવે વિશ્વ વ્યાપી બની ગઈ છે. અહીં અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ટુરિઝમ સેક્ટરને વેગ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદની વચ્ચે સાબરમતી નદી આવેલ છે ત્યારે આજ સાબરમતી નદી પર એક સ્કાય ફ્રૂટ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ બ્રીજનું 40 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે અને જ્યારે આ બ્રિજ પૂર્ણ થશે ત્યારે એક આકર્ષણનું કેન્દ્ર બનશે.

અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદી શહેરને પુર્વ અને પશ્ચિમ બે વિસ્તારમાં વહેંચે છે. સાબરમતી નદી પર 7 બ્રિજ બનેલા છે પણ હવે આ નદી ઉપર એક આધુનિક ડિઝાઇન સાથે સ્કાય બ્રિજ બની રહ્યો છે. આ બ્રિજ માત્ર લોંખડના પિલ્લર સાથે બનાવામાં આવી રહ્યો છે. નદીની વચ્ચે આ બ્રિજ માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નું કામ ચાલી રહ્યું છે. આખો બ્રિજ પૂર્વ અમદાવાદ ને પશ્ચિમ અમદાવાદને જોડશે.

સાબરમતી રિવર ફ્રન્ટ પર માત્ર અમદાવાદજ નહિ પણ રાજ્ય અને દેશભરમાંથી પ્રવાસીઓ આવે છે ત્યારે પૂર્વના રિવર ફ્રન્ટથી પશ્ચિમ અમદાવાદ રિવરફ્રન્ટ જવું હોઈ તો 3 કિમિ ફરીને જવું પડે છે પણ જ્યારે આ બ્રિજ પૂર્ણ થશે તો આપ સીધા પૂર્વ અમદાવાદ થી પશ્ચિમ અમદાવાદમાં પ્રવેશ કરી શકશે આ બ્રિજ લાઇટિંગથી શુશોભિત હશે આ બ્રિજમાં સિમેન્ટનો સીમિત માત્રામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નદીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે હાઈડ્રો મશીનો મંગાવામાં આવ્યા છે તો સાથે બ્રિજના ભાગને જોડવા મોટા પિલ્લરો સાથે મોટા બીમને જોડવામાં આવી રહયા છે આમ અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટને 1 વર્ષમાં એક નવું નજરાણું ભેટ મળશે આ સ્કાય બ્રિજ રાજ્ય અને દેશ અને વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

Next Story