Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ભગવાનનો રથ ખેંચાતા ખલાસીઓ થયા નારાજ, રથયાત્રાના બદલાયા કલેવર

અમદાવાદ : ભગવાનનો રથ ખેંચાતા ખલાસીઓ થયા નારાજ, રથયાત્રાના બદલાયા કલેવર
X

ભગવાન જગન્નાથની અમદાવાદની રથયાત્રામાં આ વખતે કોરોનાએ ભંગ પડાવ્યો છે. નગરચર્યાની પરવાનગી ન મળતાં મંદિર પરિસરમાં જ બધી વિધિ કરવામાં આવી હતી. મુખ્ય દ્વાર સુધી રથ ખેંચવાની પરવાનગી નહિ મળતાં ખલાસીઓ નારાજ થયાં હતાં.

અમદાવાદમાં કોરોના વાયરસના કહેરના કારણે રથયાત્રાની ઐતિહાસિક પરંપરાઓમાં આ વખતે ફેરફાર કરવા પડયાં છે. રથને પ્રદક્ષિણા કરતા કરતા અટકાવી દેવાયો હતો જો કે બાદમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ખલાસીઓ અને મંદિરના મહંત સાથે મસલત કરીને રથયાત્રા શરૂ કરવામાં આવી હતી. દોઢ કલાક સુધી મહંત તેમજ ગૃહ રાજ્યંમંત્રી અને પોલીસવડા સાથેની બેઠક બાદ ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન શરૂ કરાયું હતું.


ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફર્યો હતો. મુખ્ય દ્વાર સુધી રથને લઇ જવાની પરવાનગી નહિ આપતા ખલાસીઓ નારાજ મંદિરના ટ્રસ્ટી મંડળ સહીત ગૃહમંત્રીને રજુઆત કરી હતી. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ કનેકટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું કે વર્ષો બાદ ભગવાન નગરયાત્રાએ નીકળ્યાં નથી. ભક્તોને સામાજિક અંતર સાથે અને નિયમ મુજબ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે અમારી માંગણીને સરકારે સ્વીકારી છે.

Next Story