Connect Gujarat
Featured

અમદાવાદ : સોલા સિવિલ હોસ્ટિપટલના 38 ડોક્ટર કોરોના સંક્રમિત, હવે ચેતી જજો !

અમદાવાદ : સોલા સિવિલ હોસ્ટિપટલના 38 ડોક્ટર કોરોના સંક્રમિત, હવે ચેતી જજો !
X

દિવાળીના તહેવારની ખરીદીથી લઇ તહેવારની મજા હવે લોકો માટે સજા બની છે. શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ખુદ હવે કોરોના વોરિયર્સ કોરોનાના શિકાર થઇ રહયા છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં 38 ડોકટર સહીત 80 લોકો પોઝિટિવ આવતા અફરા તફરી મચી ગઈ છે. આ કોરોના દર્દીઓની સારવાર શરુ કરવામાં આવી છે.

છેલ્લા અનેક મહિનાઓથી કોરોનની ડ્યુટીમાં લાગેલા ડોકટરો નર્સ અને સ્ટાફ પણ હવે શહેરીજનોની બેદરકારીનો ભોગ બની રહયા છે. દિવાળીના તહેવાર પહેલા અને તહેવારની બેજવાબદારીઓ અમદાવાસીઓને ભારે પડી રહી છે સાથે હોસ્પિટલના ડોકટર અને નર્સ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહયા છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં 38 ડોકટર અને 50 થી વધુ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે. આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ હોસ્પિટલમાં વધતા ફફડાટ ફેલાયો છે.

કોરોના સંક્રમિત ડોકટર અને સ્ટાફની સારવાર શરુ કરવામાં આવી છે. ડોક્ટર સહીત સ્ટાફને હોમ આઇસોલેશન અને બીજા લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આમ દિવાળીનો તહેવાર અમદાવાદ માટે ચિંતાનો વિષય બન્યો છે અને જે રીતના કોરોના વોરિયર્સ કોરોનાની ઝપેટમાં આવી રહયા છે તેને કારણે હવે ફફડાટ ફેલાયો છે.

Next Story