Connect Gujarat
Featured

અમદાવાદ : વટવા વીંઝોલ જીઆઇડીસીમાં ત્રણ કેમિકલ કંપનીમાં ભયંકર આગ

અમદાવાદ : વટવા વીંઝોલ જીઆઇડીસીમાં ત્રણ કેમિકલ કંપનીમાં ભયંકર આગ
X

અમદાવાદમાં એક બાદ એક આગની ઘટનાઓ બની રહી છે. ગત મોડી રાત્રે વટવા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બે કંપનીઓમાં ભીષણ આગથી ફફડાટ ફેલાયો હતો. વિકરાળ આગના કારણે 40થી વધુ ફાયર ગાડીઓ આગને નિયંત્રણમાં લેવા પ્રયાસરત હતી. જ્યારે બ્રિગેડ કોલ જાહેર કરી કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવાયો હતો. જેમાં અનેક ઝૂપડા અને કંપનીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

અમદાવાદમાં આગ લાગવાની ઘટના યથાવત છે ગત મોડી રાત્રે શહેરના વટવા જીઆઇડીસી ફેજ 2 માં આવેલી માતંગી અને જેગ્સન કલર કેમ કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસની 6 કંપનીઓને પોતાની ઝપેટમાં લીધી હતી આગની ભયાનકતા જોતા બ્રિગેડ કોલ જાહેર કરી 40 ફાયર ટેન્કર અને 120 થી વધુ જવાનોએ આગ કાબુમાં લેવા પ્રયત્ન કર્યા હતા અને લગભગ 4 કલાક બાદ આગ કાબુમાં આવી હતી.

કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર અને હાથીજણ સર્કલ સુધી સંભળાયા હતા. ધડાકાઓ સાથે આગ લાગતાં વિંઝોલ અને વટવાના નાગરિકો ભરઊંઘમાંથી જાગી ગયા હતા. આગને કારણે લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પોહ્ચ્યા હતા.

આગની આ ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. કેમિકલ કંપનીમાં સોલવન્ટ વધુ માત્રામાં હોવાથી આગ વધુ ફેલાઈ હતી. જો કે તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે ફેક્ટરી કાર્યરત નહોતી.વટવામાં આવેલી માતંગી ઇન્ડસ્ટ્રીઝ અને જેગસન કલર કેમ કંપનીમાં લાગેલી આગના કારણે અન્ય બે ફેકટરીઓ પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જો કે કેમિકલ ફેકટરીઓમાં ધડાકાઓ સાથે આગ લાગતા આસપાસના લોકો ભયભીત બન્યા હતા.

Next Story