Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનાનો વાયરસનો અજગરી ભરડો, અત્યાર સુધીમાં 2 હજાર લોકોના મોત

અમદાવાદ : કોરોનાનો વાયરસનો અજગરી ભરડો, અત્યાર સુધીમાં 2 હજાર લોકોના મોત
X

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ હોટસ્પોટ બન્યું છે એક સમયે એવું લાગી રહ્યું હતું કે આ જીવલેણ બીમારી કાબૂમાં આવી રહી છે, પરંતુ દિવાળીના તહેવારો બાદ કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થયો હોય તેમ કેસોમાં વધારો થયો છે. તેમાં પણ સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ શહેર-જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 50 હજારને પાર પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો છે.

રાજ્યમાં માર્ચ મહિનાથી 30 નવેમ્બર સુધીમાં 2 લાખથી વધુ કેસ અને 3989 મૃત્યુ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અને મોત અમદાવાદ શહેર-જિલ્લામાં સામે આવ્યા છે. અમદાવાદમાં 50 હજાર કેસ અને2 હજારથી વધારે મૃત્યુ થયા છે. એટલે કે રાજ્યના કુલ કેસમાંથી 24 ટકા કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંકમાંથી 52 ટકા મોત એકલા માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

અમદાવાદમાં શહેર-જિલ્લામાં 20 માર્ચે પ્રથમ કેસ નોંધાયા બાદ એપ્રિલ મહિનાથી કોરોના સંક્રમણે વેગ પકડ્યું હતું. મે મહિનામાં સૌથી વધુ 9140 કેસ અને 693 મોત નોંધાયા હતા. જ્યારે જુલાઈ મહિનાથી કેસનો આંકડો 6 હજારની અંદર જતો રહ્યો હતો અને મૃત્યુમાં પણ ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો હતો. જોકે નવેમ્બર મહિનામાં ફરી કોરોનાએ ઉથલો મારતા એક મહિનામાં કોરોનાના કેસ 7 હજારને પાર નીકળી ગયા છે, જ્યારે દર મહિને નોંધાતો મૃત્યુનો આંકડો 100ની અંદર જતો રહ્યો હતો તે વધીને 145 થયો છે.

Next Story