Connect Gujarat
Featured

અમદાવાદ : દુકાનના ભાડાની તકરારમાં માલિકે ગુમાવ્યો જીવ, ભાડુઆતે કરી કરપીણ હત્યા

અમદાવાદ : દુકાનના ભાડાની તકરારમાં માલિકે ગુમાવ્યો જીવ, ભાડુઆતે કરી કરપીણ હત્યા
X

અમદાવાદના સોલા વિસ્તારમાં લુંટના ઇરાદે વૃધ્ધ દંપતિની હત્યા બાદ હવે ભાડુઆતે દુકાનના માલિકને રહેંસી નાંખ્યો હોવાની ઘટના સામે આવી છે..


અમદાવાદ શહેરમાં હત્યા અને લૂંટફાટ સામાન્ય બની ગઈ હોઈ તેવું લાગી રહ્યું છે હજી શહેરમાં વૃદ્ધ દંપતીની હત્યાની શાહી સુકાઈ નથી ત્યાં રામોલ વિસ્તારમાં મેટ્રો મોલ પાસે દુકાનના ભાડુઆતે દુકાનમાલિકની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતો દશરથ ભલાભાઈ બિપીનભાઈની દુકાન ભાડે ચલાવતો હતો અને છેલ્લા કેટલાક સમયથી ભાડું બાકી હોવાથી બને વચ્ચે તકરાર ચાલતી હતી. છેલ્લા 5 મહિનાથી ભાડું બાકી હોવાથી ગઈકાલે રાત્રે માલિક બિપીનભાઈ ભાડુઆત પાસે ભાડું લેવા ગયા હતા બિપીનભાઈ પોતાના પરિવાર ને જાણ કરીને ગયા હતા કે તેઓ ભાડું લેવા માટે જાય છે પણ રાત સુધી તેઓ પરત આવ્યાં ન હતાં તેમજ તેમનો ફોન સ્વીચ ઓફ આવતા પરિવારજનો ચિંતાતુર બની ગયાં હતાં. પરિવારે દુકાન પર જઇ તપાસ કરતાં સ્થળ પરથી બિપીનભાઇ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યાં હતાં. બિપીનભાઈએ જેને દુકાન ભાડે આપી હતી તે ભાડુઆતે પણ હિતેન્દ્રસિંગ નામના વ્યક્તિને દુકાન ભાડે આપી હતી તેના 50 હજાર રૂપિયા બાકી હતા પોલીસના જણાવ્યાં મુજબ દુકાન પર માલિક અને ભાડુઆત વચ્ચે પૈસા બાબતે ઝઘડો થતા આરોપી હિતેન્દ્રએ તીક્ષણ હથિયારથી બિપીનભાઈ પર હુમલો કર્યો હતો અને બિપીનભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું હત્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો પણ પોલીસે બાતમીના આધારે આજે આરોપી હિતેન્દ્રસિંગની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો.

Next Story