Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ઉત્તરાયણમાં પણ કોંગ્રેસનો અનોખી રીતે વિરોધ, ભાજપ વિરુદ્ધ સૂત્રો સહિતના ચગાવાશે પતંગ

અમદાવાદ : ઉત્તરાયણમાં પણ કોંગ્રેસનો અનોખી રીતે વિરોધ, ભાજપ વિરુદ્ધ સૂત્રો સહિતના ચગાવાશે પતંગ
X

ઉત્તરાયણ પર્વમાં પણ કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવશે. ઉતરાયણના દિવસે રાજ્ય સરકાર વિરુદ્ધ અલગ અલગ સૂત્રો લખેલા પતંગને આકાશમાં ચગાવીને કોંગ્રેસના આગેવાનો પોતાનો વિરોધ વ્યક્ત કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉતરાયણના પર્વમાં પણ ભાજપનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે હવે આ વિરોધ કોંગ્રેસ દ્વારા કંઈક અનોખી રીતે કરવામાં આવશે. જેમાં લોકો સુધી કોંગ્રેસની વાચા પહોંચે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સહિતના પતંગ બનાવવામાં આવ્યા છે. સરકાર વિરોધી સૂત્રના પતંગ શહેરના વિવિધ વોર્ડમાં વહેંચી કોંગ્રેસના તમામ કાર્યકરો પોતાનો વિરોધ નોંધાવશે. આ પ્રસંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણી વિશેષ ઉપસ્થિત રહી કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

Next Story